સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પેરેન્ટ્સ મીટીંગ યોજાઈ
દીવમાં વસ્તી ગણતરીમાં જનતા ઉત્સાહથી ભાગ લઈ અને સરકારના કામમાં ભાગીદાર બને તે માટે યુવા કાઉન્સીલર દ્વારા જનતાને અપીલ કરી હતી. સમગ્ર ભારત દેશમાં વસ્તી ગણતરી 2027 ચાલી રહેલ છે. જેના સંદર્ભમાં સંઘપ્રદેશ દીવ-દમણ અને દા.નહ.માંપ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના માર્ગર્દશનમાં અને દીવમાં દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં સ્વજન ગણના નો પ્રથમ તબક્કો ચાલી રહેલ છે. આ સ્વજન ગણનાનું કાર્ય સચોટ અને પારદર્શક થાય તે માટે શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે. જેના અનુસંધાને સોમવારે દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક પેરેન્ટ્સ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું આ મીટીંગમાં સ્વજનગણના વિશે ટ્રેનર શિક્ષકોએ વાલીઓને માહિતગાર કર્યા હતાં.
દીવ મ્યુનીસીપાલીટીના યુવા કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકીએ દેશમાં થઈ રહેલ વસ્તી ગણતરીની વિસ્તૃત માહિતીમાં સમજૂતિ આપી અને યુવા કાઉન્સીલરે વધુમાં જણાવ્યું કે, આ વસ્તી ગણતરીથી ભારત દેશને વસ્તી ગણતરીનો સચોટ આંકડો પ્રાપ્ત થશે જેનાથી દેશ નવી પોલીસી બનાવશે જે દેશની જનતાને ફાયદાકારક હશે અને 2047 વિક્સિત ભારતના સ્વયનને આપણે સાચી રીતે સાકાર કરી શકશુ જેથી તમારા ઘરે ટ્રેનર શિક્ષકો આવે તો સચોટ માહિતી પ્રદાન કરો અને તમારી આજુ-બાજુમાં રહેતા તમામ લોકોને આ અભિયાન વિશે પ્રેરિત કરો જેથી આપણે દેશને શસક્ત અને મજબુત બનાવવામાં આપણો મહત્વનો ફાળો રહે. આ પ્રસંગે શિક્ષણાધિખારી અરવિંદ સોલંકી, સીનીયર શિક્ષક મનોજ, તેમજ દરેક શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
