રાજકોટમાં ફરી હેલ્મેટ ઝુંબેશ શરૂ: સીપી કચેરી-કોર્પોરેશન કચેરીએ દંડ ફટકાર્યા

ચૂંટણી પરિણામ આવ્યાબાદ હેલ્મેટ અમલવારીથી પ્રજાજનોમાં નારાજગી

આજથી રાજ્યમાં હેલ્મટ ડ્રાઈવ શરૂ થશે અને દરેક સરકારી કર્મચારીને ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે નહિતર દંડ માટે તૈયાર રહેવું પડશે. દરેક કચેરી પર સવારથી પોલીસ ગોઠવાઈ, સરકારી કચેરીમાં આવતાં વાહન ચાલકો અને પાછળ બેસેલ વ્યક્તિએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર ગઈકાલે રાતે જ રિલીઝ થયો હતો.
ગુજરાત પોલીસ દ્વારા મોટર વાહન અધિનિયમ મુજબ નિયમ મોટર સાઇકલ, સ્કુટર વગેરે બાઈક ચલાવનાર તેમજ પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે તા.01/05/2026 થી તા.31/05/2026 સુધી નસ્ત્રડ્રાઇવનું આયોજનસ્ત્રસ્ત્ર કરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં ફેલ્મેટના નિયમનું અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વારા પાસે ટ્રાફિક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા દરેક મહાનગરોના પોલીસ કમિશ્નર અને જીલ્લાના વડાને આદેશ કરાયો છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં શહેર/જીલ્લા ખાતે હેલ્મેટના નિયમ ભંગ બદલ સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમજ બિન સરકારી (અન્ય) દ્વિ-ચકી વાહન સામે રોજે-રોજ કરેલ કાર્યવાહીનો અહેવાલ બીજા દિવસે સવારના વડી કચેરીના ઇ-મેઇલ ઉપર મોકલી આપવાનો પણ આદેશ કરાયો છે. ઉપરાંત અધિકારી/કર્મચારી વિરૂધ્ધ કરેલ કેસની સંખ્યા, વસુલ કરેલ દંડની રકમની પણ દરરોજ જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીના અધ્યક્ષસ્થાને તા.16/07/2025 ના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળેલ, જે બેઠકમાં સુરત શહેરમાં હેલ્મેટની અમલવારી ખૂબ સારી રીતે થયેલ છે. તે મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ તબક્કાવાર હેલ્મેટની ચુસ્તપણે અમલવારી કરવા તેમજ રાજયના અન્ય શહેર/જીલ્લાઓ ખાતે કાર્યવાહી કરવા જણાવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ