કેમ્પ ગરીબો માટે આશિર્વાદ રૂપ બન્યો ઉનામાં જન્મજાત ખોડખાપણ માટે નિ:શુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાયો


અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો. રિષભ શાહે આપી નિ:સ્વાર્થ સેવા

જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકો અને દર્દીઓ માટે ઉના શહેરના કેસર બાગ ખાતે એક મહામૂલા નિ: શુલ્ક પ્લાસ્ટિક સર્જરી નિદાન કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું. સદવિચાર ટ્રસ્ટ, ઉના દોશી સ્માઈલ ફાઉન્ડેશન અને ઈંગા હેલ્થ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન ડો. રિષભ શાહ એ પોતાની અમૂલ્ય સેવાઓ પૂરી પાડી હતી.આ કેમ્પ ખાસ કરીને એવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયો જેઓ મોંઘી પ્લાસ્ટિક સર્જરી કરાવી શકવા અસમર્થ છે. કેમ્પમાં જન્મજાત ખોડખાપણની તપાસ અને સારવાર કરવામાં આવી હતી જેમાં ફાટેલા હોઠ (ઈહયરિં કશા) ફાટેલા તાળવા (ઈહયરિં ઙફહફયિં)વાંકાચૂકા દાંત અને જડબાની વિકૃતિજન્મજાત કાનની ખામી / નવા કાન બનાવવા
વાંકાચૂકા નાક અને ચહેરાની અન્ય વિકૃતિઓ વિગેરે નો સમાવેશ કરાયો હતો ઉના શહેર ઉપરાંત કોડીનાર, ગીર ગઢડા, રાજુલા અને વેરાવળ તાલુકાના અનેક જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકો અને દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ જે દર્દીઓને પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાત જણાઈ તેમને અમદાવાદ ખાતે સંપૂર્ણપણે નિ:શુલ્કસર્જરીકરીઆપવા ની વ્યવસ્થા પણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
આ માનવતાવાદી કેમ્પને સફળ બનાવવા માટે સદવિચાર ટ્રસ્ટ, ઉનાના મંગળદાસભાઈ ગાંધી, જીતુ ભાઈ શાહ, ચંદુભાઈ કોટેચા, બાબુલાલ શાહ, સુરેશ ભાઈ શાહ અને ડો. સોમિલ દવે સહિતના ટ્રસ્ટી સભ્યો એ અથાક જહેમત ઉઠાવી હતી. સ્થાનિક તબીબો અને સ્વયંસેવકોએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો.ડો. રિષભ શાહે જણાવ્યું કે, જન્મજાત ખોડખાપણ ના કારણે બાળકોને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક તકલીફો પણ ભોગવવી પડે છે. સમયસર સર્જરી થઈ જાય તો બાળકનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અમારો ઉદ્દેશ્ય ગરીબમાં ગરીબ પરિવારના બાળકના ચહેરા પર સ્મિત લાવવાનો છે.સદવિચાર ટ્રસ્ટના મંગળદાસભાઈ ગાંધીએ જણાવ્યું કે, આવા કેમ્પ ભવિષ્યમાં પણ યોજાતા રહેશે. કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર અમારો સંપર્ક કરી શકે છે. આ કેમ્પ થકી અનેક પરિવારોને નવી આશા અને નવું જીવન મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ