તંત્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાયું
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ 2026 અંતર્ગત 15 મે થી 5 જૂન 2026 સુધી વ્યાપક પર્યાવરણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં આજે રાજકોટ રેલવે સ્ટેશન પર યાંત્રિક વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે મેઘરાજ તાતેડ, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક એન્જિનિયરના નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ પોસ્ટર અને બેનરો દ્વારા વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસાફરો અને રેલવે કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકની નુકસાનકારક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા કાપડની થેલીઓ, સ્ટીલ અથવા પુન: વપરાશ કરી શકાય તેવી પાણીની બોટલો અને અન્ય પર્યાવરણ અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અભિયાનના માધ્યમથી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે નાના-નાના પ્રયાસોથી પણ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. રાજકોટ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવી રહેલું આ અભિયાન રેલવે પરિસરોને સ્વચ્છ, હરિયાળા અને પર્યાવરણ અનુકૂળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. વિશ્ર્વ પર્યાવરણ દિવસ 2026 અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ જાગૃતિ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં રેલવે કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા સક્રિયપણે ભાગ લેશે. રાજકોટ ડિવિઝન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત મજબૂત કરતા સમાજમાં સકારાત્મક અને જાગૃતિપૂર્ણ સંદેશ પ્રસારિત કરવા માટે સંકલ્પબદ્ધ છે.
