ભાણવડ પંથકમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી પર દરોડો

થર્ટી ફસ્ટ અનુસંધાને પોલીસ સર્તક બની

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને દેશી- વિદેશી દારૂ સામે કડક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ભાણવડના પી આઈ. સી.એલ. દેસાઈ, બી.એમ. દેવમુરારી વિગેરે દ્વારા રાત્રિના સમયે ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રોનની મદદથી કરવામાં આવેલા કોમ્બિંગમાં બરડા ડુંગર ખાતે ચાલતી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ધ્યાને આવી હતી.આ પ્રકરણમાં એક સ્થળેથી બાબર ગલા મોરી નામના શખ્સ દ્વારા ચાલતી દારૂ ગાળવાની ભઠ્ઠીમાંથી પોલીસે 2200 લીટર આથો મળી કુલ રૂ. 65,000 નો મુદ્દામાલ જ્યારે અન્ય એક ભઠ્ઠી કે જે જીવણ ગલા મોરી દ્વારા ચાલતી હોય, અહીંથી પોલીસે દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ સહિત કુલ રૂ. 67,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આમ, ડ્રોન કેમેરાની મદદથી ઝડપાયેલી આ બંને ભઠ્ઠીઓ માંથી પોલીસે કુલ રૂ. 1,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે બંને બુટલેગર બંધુઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.

રિલેટેડ ન્યૂઝ