સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

એસઓજી ટીમ સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે “કરજાળા ગામે ચોરા પાસે અહેમદભાઇ રાજેભાઇ ચૌહાણ (રહે. સાવરકુંડલા) નામના ઈસમ નામ વગરનું ક્લિનીક ચલાવી ગેરકાયદે કોઇ સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી. વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય, તે જગ્યાએ મેડીકલ ઓફીસર સાથે દરોડો કરતા બોગ્સ્ર ડોક્ટરને એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-13 જેની કુલ કિમત રૂપિયા 5,258 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. અને આગળની ઘટીત કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ