બગદાણા કોળી યુવાનના હુમલા પ્રકરણમાં તમામ આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

11 દિવસની સારવાર બાદ નવનીત બાલધીયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ચકચારી બગદાણા કોળી યુવાનના હુમલા પ્રકરણમાં તપાસ કર રહેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ ) દ્વારા તમામ આરોપીના કોર્ટમાંથી વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. દરમિયાન 11 દિવસની સારવાર બાદ નવનીત બાલધીયા ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણા કોળી યુવાન નવનીત બાલધીયા ઉપર થયેલા હુમલા પ્રકરણે તપાસ કરી રહેલ સીટની ટીમ દ્વારા મહુવા કોર્ટમાં રજૂ કરી તમામ આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અને તમામ આરોપીની ફરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તા. 29 ડિસેમ્બરના રોજ બગદાણાના નવનીત બાલધીયા નામના કોળી યુવાન ઉપર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 11 દિવસની સારવાર બાદ આજે મહુવા હોસ્પિટલમાંથી નવનીત બાલધીયા ને રજા આપવામાં આવી છે. આ હુમલાની ઘટનામાં નવનીત બાલધીયા પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવવાનો ગંભીર આરોપ લાગ્યો હતો.
આ હુમલાને કારણે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો. કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદોએ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ