કોડીનારના ડોળાસા ગામે બનેલા વિચિત્ર બનાવમાં દરજી યુવાને જીવ ખોયો
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક મારકણી ગાય પાંચ વર્ષ ના બાળક ને મારતી હતી તેને બચાવ્યા બાદ … કરુણ પણ વિચિત્ર ઘટના માં ગાય પાછળ દોડતા યુવાન જીવ બચાવવા ભગ્યો બસ્સો મીટર દોડી દીવાલ ટપી ગયો પણ હદય બંધ પડી જતાં આ દરજી યુવાન નું મોત થતાં પરિવાર ના ચાર સભ્યો નોધારા થયા હતા. આ કરુણ ઘટના ની વિગત એવી છેકે ડોળાસા ગામ ના વતની અને બાજુ ના કાણકીયા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રદીપભાઈ બાલુભાઈ મોરી નો પાંચ વર્ષ નો પુત્ર ધ્વનિત પોતાની નાની સાયકલ લઈ ડોળાસા ની બજારમાં પતંગ લેવા માટે ગયો હતો.અંદાજે નવ વાગ્યા આસપાસ આ બાળક બજાર માં જઈ રહ્યો હતો.તે સમયે એક મારકણી ગાયે ધ્વનિત ને હડફેટે લીધો હતો.આ દ્રશ્ય જોઈ ટીનુભાઈ ઉર્ફે રામસિંહભાઈ વીરાભાઇ મોરી,વિનુભાઈ કાનજીભાઈ પરમાર ( ઉંમર 45 વર્ષ ), દાનસિંહભાઈ રણુભાઈ મોરી અને વિજયભાઈ મોરી દોડી આવી આ બાળક ને ગાય વધુ ઇજા કરે તે પહેલાં બચાવી લીધી હતો. પણ પછી જે ઘટના બની તે સામાન્ય રીતે ન બને.બાળક ને આ ગાય ના સકાંજા માં થી છોડાવી લીધા બાદ આ ગાય વિનુભાઈ પરમાર ની પાછળ દોડી હતી.લગભગ બજાર થી અંદર ની શેરી માં બસ્સો મીટર દૂર સુધી દોડી હતી.અને વિનુભાઇ પણ જીવ બચાવી શેરી ના છેડે આવેલ વિજયભાઈ મોરી ની દીવાલ ટપી ગયા હતા.પણ પૂરપાટ દોડ અને ગાય ના ડર ના કારણે વિનુભાઈ નું હદય બંધ પડી ગયું.હતું.અને ઘટના સ્થળેજ કોઈ પણ ઇજા વગર કરૃણ મોત થયું હતું.
આ તરફ બાળક ના બચાવ સ્થળે એકઠા થયેલા લોકો એમજ સમજતા હતા.કે ગાય પાછળ દોડી બાદ વિનુભાઈ તે રસ્તે થી તેમના ઘેરે જતા રહ્યા છે.પણ લાંબો સમય સુધી વિનુંભાઈ ઘેરે નહિ પહોંચતા ઘર ના સભ્યો ચિંતામાં મુકાયા હતા.વિનુભાઈ મોબાઈલ પણ ઘેરે મૂકી ગયા હતા.
ઘટનાની દોઢ કલાક બાદ આ બાળક ને બચાવનારા પૈકી ના વિજયભાઈ મોરી ના પત્ની વનિતાબેને પોતાના મકાન નો પાછળ નો દરવાજો ખોલ્યો તો વિનુભાઈ પરમાર ત્યાં બેસેલી અવસ્થામાં હતા .વિજયભાઈ પણ દોડી આવ્યા અને પાણી નો છંટકાવ કર્યો હતો.પણ વિનુભાઈ ના શરીર માં કોઈ સંચાર ન હતો.તુરત તેમના પરિવાર ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને 108 મારફત ડોળાસા હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તબીબોએ વિનુભાઈ ને મૃત જાહેર કર્યા હતા. વિનુભાઇ ડોળાસા ની મેઈન બજાર માં લેડીઝ ટેઈલર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.વિનુભાઈ ના અવસાન થી પત્ની અરુણાબેન વૃદ્ધ માતા ગોમતીબેન અને બે નાના બાળકો નોધારા થયા છે.આ પરિવાર નો કમાનાર મોભી ના મૃત્યુ થી આ પરિવાર માં ભારે આક્રંદ છવાયો છે.
