રાજુલાના બારપટોળી ગામે ડબલ સવારી બાઇકને ડમ્પરે અડફેટે લેતા પુત્રનું મોત

પિતા-પુત્ર મોટર સાઇકલ પર જઇ રહયા હતા ત્યારે અકસ્માત થયો, પિતા ઘાયલ

રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે રહેતા અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતા ગૌરાંગ મહેશભાઈ પોતાની વાડીએ પોતાના પિતા સાથે મોટરસાયકલ પાછળ બેસી અને માનતા કરવા પાંચ વાગ્યે બારપટોળીથી કાતર રોડ ઉપર પોતાની મોટરસાયકલ લઈ અને જતા હતા અને તેમના પિતા મહેશભાઈ ચૌહાણ મોટરસાયકલ ચલાવતા હતા ત્યારે પાછળથી ઓચિંતાના ડમ્ફરે ઠોકર મારતા પિતા મહેશભાઈ ફેંકાઈ ગયા હતા અને ગૌરાંગભાઈ (ઉંમર વર્ષ 20)નું ઘટના સ્થળે રોડ ઉપર મોત થયું હતું જ્યારે મહેશભાઈની તબિયત લથડતા અને ઈજા થતાં તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યારે ગૌરાંગની ડેડબોડી પીએમ માટે રાજુલા ભુતા હોસ્પિટલમાં લાવ્યા હતા . ગૌરાંગ કોલેજના સાયન્સના છેલ્લા વિભાગ વર્ષમાં અમદાવાદ અભ્યાસ કરતો હતો ઉલ્લેખની છે કે જ્યારે ડમ્ફર એ ઠોકર મારી ત્યારે મોટરસાયકલમાં હાર શ્રીફળ પૂજાની વિધિ ફુલડા સહિત રોડ ઉપર મોટર સાયકલ સાથે જોવા મળ્યા હતા . રાજુલા પોલીસ દ્વારા આ અંગેની તપાસ ચાલુ કરતા આ ડમ્ફર રાજુલાનું હોવાનું પોલીસ તપાસમાં ખુલી રહ્યું છે. રાજુલા પીઆઇ તપાસ ચલાવી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ