‘સોમનાથ સ્વાભિમાન પર્વ-આસ્થાના અતૂટ 1000 વર્ષ’ની ઉજવણી અંતર્ગત સમગ્ર પ્રભાસતીર્થ રોશનીથી ઝળહળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં રંગેચંગે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આસ્થા અને ભક્તિના આ પર્વને માણી રહ્યાં છે. આ ઉજવણી અંતર્ગત શહેરના અનેક મહત્વના સ્થળો અને પ્રતિમાઓ રોશનીથી ઝગમગી રહ્યાં છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થતાં ઘૂઘવતા સાગર કિનારે આવેલા સરકારી અતિથી ગૃહમાં પણ રોશની કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાસની પાવન ભૂમિ પર ચાલી રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને શ્રદ્ધાળુઓ ઉત્સાહથી માણી રહ્યાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ રહેલું આ પર્વ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
મોરારિબાપુની ઉપસ્થિતિમાં… સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
અત્રે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પર્વ પૂર્ણિમાનું ગરીમા પૂર્ણ ઉત્સવ પૂજ્ય મોરારીબાપુ ના અધ્યક્ષ સ્થાને ઉજવાયો જેમાં... -
મોરબી આપની સભામાં હોબાળોે આંતરિક વિરોધ સામે આવ્યો
ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી રહયા હાજર મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભા દરમિયાન ભારે... -
‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં B2G બેઠક યોજાઈ
રાજકોટના આંગણે ઉર્જા ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ: દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મંત્રીનો સીધો સંવાદ રાજ્યના સર્વાંગી...
