ગરવા ગિરનારની ગોદમાં જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ છે આવી પવિત્ર નરસૈયાની નગરી જુનાગઢ માં 6 જાન્યુ .2026 ને મંગળવાર ના રોજ જનક્ષત્રિય મોચી બોર્ડિંગ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું એક અભૂતપૂર્વ સ્નેહમિલન નું આયોજન થયું હતું. આ સ્નેહ મિલનમાં ગુજરાત, મુંબઈ અને વિદેશમાંથી વિવિધ સ્થળોએ રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સજોડે ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો. દરેકની ઉંમર 60,70,80 થઈ ચૂકી હતી, ચારથી પાંચ દાયકા પછી એકબીજાને મળી અને ખૂબ જ ભાવવિભોર થયા હતા. આ વિચારને મૂર્તિમંત કરનાર વિદ્યાર્થી ગ્રૂપ નાં રચયિતા શ્રી રતિભાઈ યાદવ-ગાંધીનગર , અરવિંદભાઈ વાળા ,ડો. હેમંતભાઈ ચૌહાણ અને એ.વી .વાઢેર સાહેબ વિગેરે મિત્રોહાજર રહેલા. પ્રાર્થના બાદ વડીલોના હાથે પૂ. લાલાબાપા , પૂ.જાગાસ્વામી તથા શ્રી સતી દૂધી માતાજી ના ફોટા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પ્રસંગની શરૂઆત કરવામાં આવેલ, બાદ દિવંગત વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગૃહપતિઓને યાદ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .આ પ્રસંગે જૂનાગઢ મોચી બોર્ડિંગના પાયાના પથ્થર સમા દિવંગત સ્વ. પોપટ શામજી પરમાર ( પોપટ બાપા )તથા સ્વ.વેલજી બાપા ને મરણોત્તર સન્માન રૂપે તેમના પરિવારને સાલ ઓઢાડી સન્માન કરેલ હતું. સાથે અન્ય વડીલોને પણ સાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે જૂનાગઢ ની અન્ય સંસ્થાઓના આગેવાનો જેમાં મોચી જ્ઞાતિ સુખનાથ ચોક ,ટીંબાવાડી યુવક મંડળ તથા ભવનાથ ધર્મશાળા લડત સમિતિ તેમજ મહિલા મંડળના આગેવાનો પણ હાજર રહેલા. દરેક વિદ્યાર્થી મિત્રને સ્ટેજ પર બોલાવી પુષ્પગુચ્છ અર્પણ કરી પોતાના પરિચય વિશે બોલવાની તક આપેલી. કેટલાક મિત્રો પોતાના જુના સંસ્મરણો યાદ કરી વિદ્યાર્થી અવસ્થામાં પોતાની ગરીબીને યાદ કરી અને રડી પડ્યા હતા જે ખરેખર સ્નેહમિલન નો પ્રસંગ સાર્થક થયો એવું લાગ્યું. બપોરના જમતા પહેલા બોર્ડિંગના જ વિદ્યાર્થી અને ખ્યાતનામ નસ્ત્રજાદુગર બીરવાસ્ત્રસ્ત્ર નો જાદુ નો શો પણ રાખવામાં આવેલ. સવારે બધાજ સભ્યોને નાસ્તો બપોરે મિષ્ટાનયુક્ત કાઠીયાવાડી ભોજન તથા તમામ સભ્યોનો આદર સત્કાર કરવામાં આવેલો . જમી લીધા બાદ ભવનાથ દર્શન તથા ભવનાથ ની મોચી ધર્મશાળા ની મુલાકાત માટે વાહન વ્યવસ્થા કરી લઈ જવામાં આવેલ. સ્નેહ મિલન માં ભવનાથ મોચી ધર્મશાળા રીનોવેશન ના નિર્માણ માટે માત્ર અડધા કલાકમાં આશરે 6,61,000/ નું માતબર દાન હરખભેર સમાજના કાર્યમાં મળેલ.જૂનાગઢ માં આ પ્રકારનું આયોજન પ્રથમ જ વાર થયું હતું.
આ આયોજન જુનાગઢ સ્નેહમિલન સમિતિ દ્વારા થયું હતું. તેમાં ચંદ્રકાંતભાઈ જેઠવા, શ્રી ચંપકભાઈ જેઠવા , કે બી ગોહેલ, જયેશભાઈ પરમાર, બાબુભાઈ વનરાજ, ધનજીભાઈ કામળીયા, બચુભાઈ કામળીયા, શ્રી મુકેશભાઈ પરમાર, હરસુખભાઇ ચુડાસમા તથા પ્રભુદાસ સોનિગરા વિગેરે ભાઈઓએ ખૂબજ જહેમત ઉઠાવી અને સ્નેહ મિલન ના પ્રસંગને પૂર્ણપણે સફળ બનાવેલ હતો.
