તાલાલા પંથકને જોડતી ટ્રેનો બંધ કરાતા રેલ રોકો આંદોલન

વિરોધમાં પ્રાંચી રોડ રેલવે સ્ટેશન ટ્રેન રોકી: જાવંત્રી ગીર ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચ રાહબરી સાથે આજે પણ ટ્રેનો રોકશે: જાવંત્રી ગીર જુથ ગ્રામ પંચાયતના સરપંચ તથા વિધાર્થીઓએ રેલ્વે સ્ટેશન અધિકારીને આવેદન આપ્યું

તાલાલા પંથકની જીવાદોરી સમાન ચાર ટ્રેનો બંધ કરવાનાં નિર્ણયના વિરોધમાં પ્રાંચી રોડ(જંકશન) રેલ્વે સ્ટેશન ઉપર વિધાર્થીઓએ દેલવાડા થી તાલાલા આવતી પેસેન્જર ટ્રેન ને અડધો કલાક સુધી રોકી રેલવે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ પ્રગટ કર્યો હતો.
જાવંત્રી ગીર ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચે જણાવ્યું હતું કે રેલવે બાબુઓએ કોઈપણ જાતની જાણ કર્યા વગર તા.19 મીથી ચાર ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં આ વિસ્તારમાંથી પસાર થતી જુનાગઢ-દેલવાડા ટ્રેનનો પણ સમાવેશ થાય છે.પ્રાંચી રોડ રેલવે સ્ટેશન ગીરના જંગલની વચ્ચે આવેલ છે.આ રેલ્વે સ્ટેશન તાલાલા પંથકના જંગલમાં આવેલ જાવંત્રી ગીર, પાણીકોઠા, લીમધ્રા, વડાળા, રાયડી, વિઠલપુર, પીખોર, સેમળીયા વિગેરે દશ ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની પરીવહન સેવા માટે અતિ ઉપયોગી છે.જુનાગઢ-દેલવાડા ટ્રેન બંધ થવાથી ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ માટે અપડાઉન કરતા 50 થી વધુ વિદ્યાર્થીઓ તથા આરોગ્ય સેવા અને સરકારી કામકાજ માટે જતી તાલાલા સહિત ત્રણ તાલુકાની મુસાફર જનતાની પરિવહન સેવા ઝુંટવાઈ જશે..આ ટ્રેન બંધ કરવાનો રેલ્વે બાબુઓ દ્રારા લેવાયેલ નિર્ણય સરમુખત્યાર અને પ્રજા વિરોધી છે.આ નિર્ણયનાં વિરોધમાં કાલે શનિવારે પણ પ્રાંચી રોડ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનો ને રોકવામાં આવશે.આ અંગે પ્રાંચી રોડ રેલવે સ્ટેશન અધિકારી મારફત રેલ્વેના ઉચ્ચ સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે.તાલાલા વિસ્તારની જીવાદોરી સમાન ટ્રેનો બંધ કરવા લેવાયેલ નિર્ણય રદ કરી બધી જ ટ્રેનો વર્તમાન સમય પત્રક પ્રમાણે ચલાવવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.

તાલાલાથી દેલવાડા અને જૂનાગઢ-વેરાવળ જતી ચાર ટ્રેનો બંધ કરવાનાં નિર્ણયથી લોકરોષ
તાલાલા ઉપરાંત ઉના,વિસાવદર,ગીર ગઢડા તાલુકાની ગ્રામીણ મુસાફર જનતા માટે આશીર્વાદરૂપ તાલાલા ગીરથી ઉપડતી જુનાગઢ-દેલવાડા-જુનાગઢ તથા જુનાગઢ-વેરાવળ-જુનાગઢ મીટરગેજ ચાર પેસેન્જર ટ્રેનો તા.19 મીથી બંધ કરવાના નિર્ણયથી તાલાલા વિસ્તારમાં ભારે લોક રોષ ફેલાયો છે.
તાલાલા સહિત પાંચ તાલુકાની ગ્રામીણ મુસાફર જનતાને વર્ષોથી રેલવે પરિવહન સેવા આપતી ચાર ટ્રેનો બંધ કરવાના નિર્ણયની રેલ્વે વિભાગ પુન:વિચારણા કરી મુસાફર જનતાને યોગ્ય ન્યાય આપવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ