કામધંધો કરવા ઠપકો આપ્યો ને પુત્રએ જીવન ટુંકાવ્યું
આજકાલ સોશિયલ મિડિયામાં મસ્ત રહેતા યુવકોને માતાપિતાની સાચી સલાહ અને સાચું માર્ગદર્શન મેણા ટોણા સમાન લાગે છે જેને કારણે દિશાવિહિન બની ચૂકેલા યુવાન યુવતીઓ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરી રહ્યા છે એવો જ એક બનાવ હળવદ તાલુકામાં સામે આવ્યો છે.
બનાવની વિગત મુજબ હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા નરેશભાઇ અશોકભાઇ પરમાર (ઉવ.27) નામના યુવકને તેમના પિતા અશોકભાઈ દ્વારા બેકાર બેસી રહેવાને બદલે કડિયાકામ એ જવાની ટકોર કરતા પુત્ર નરેશ એ પોતાના ઘરે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી છે ત્યારે બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.માતા લીટા પોતાના સંતાનો ને લઈને ચિંતિત હોય છે જેને કારણે માતા પિતા પોતાના સંતાનોને સલાહ આપતા હોય અથવા તો ખોટા રસ્તે જતા કયારેક ઠપકો પણ આપે પરંતુ આજના સમયમાં સંતાનોની સહનશક્તિ જ પૂર્ણ થઈ ગયી હોય તેમજ આ તમામ બાબતોને તેઓ મેણા ટોણા સમજીને ન ભરવાનું પગલું ભરી બેસે છે જે સમાજ માટે મોટો ચિંતાનો વિષય છે.
