અમરેલીથી રપ0 વડીલો સાથેની પ બસો સોમનાથ-દ્વારકા જવા રવાના

અનુકંપા ફાઉન્ડેશન દ્વારા એક હજાર વડીલોને યાત્રા કરાવવાનાં અભિયાન અંતર્ગત

રાજયસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ યાત્રા પ્રવાસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમરેલીના અનુકંપા ફાઉન્ડેશનના1000 સીનીયર સીટીઝનોને સોમનાથ-દ્ધારકાની ત્રણ દિવસની યાત્રા કરાવવાના અભિયાનના ભાગરૂપે રપ0 વડીલો સાથેની પાંચ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો.રાજયસભાના સાંસદ અને સુરતના ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના ગોવિંદભાઈ ધોળકીયાના હસ્તે પ્રસ્થાન કરાવવાના આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ, અમરેલી માર્કેટ યાર્ડ અને નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, પૂર્વ સેશન્સ જજ એ.ડી. મોગલ તથા આ યાત્રામાં અનુદાન આપનાર દાતાઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભમાં અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ અને આ સમગ્ર અભિયાનના પ્રેરણાસ્ત્રોત ડો. ભરતભાઈ કાનાબારે કોરોના કાળથી પ્રવૃત થયેલ તેમની સંસ્થાના વિવિધ પ્રોજેકટસ અને કાર્યક્રમો વિશે જણાવ્યું હતુ્ર કે, કોરોના કાળમાં લગભગ દસ હજાર રાશન કીટો, એક લાખથી વધુ માસ્ક, સેનેટાઈઝર્સ, ઓકિસજન સેવા તથા કોરોનાના બીજા વેવ દરમ્યાન દર્દીઓને આવવા-જવા બે મફત એમ્બ્યુલન્સ શરૂ કરેલ.
સંસ્થાએ વડીલોને વિનામૂલ્યે તીર્થયાત્રા કરાવવાના અભિયાનમાં ફાઉન્ડેશનના જે સ્વયં સેવકો નિ:સ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપે છે તેવા મધુભાઈ આજુગીયા, ભીખુભાઈ અગ્રાવત, નયનભાઈ જોષી (બેદી), ચેતનભાઈ રાવળ (એડવોકેટ), તુલસીભાઈ મકવાણા, ટોમભાઈ અગ્રાવત, કે.કે. મિશ્રા, કિરણભાઈ નાંઢા, કિશોરભાઈ કાંક્રેચા (આમ્રપાલી), પાર્થ મિશ્રા, ખીમચંદભાઈ, વિપુલભાઈ રાદડીયાનો ઉલ્લેખ કરતાં કહયું કે આ એક ટીમ વર્ક છે કારણ કે અઢીસો જેટલા સિનીયર સીટીઝનોની ત્રણ દિવસની રહેવા-સુવાની તથા જમાડવાની વ્યવસ્થા ખુબ ચીવટ અને મહેનત માંગી લેતી હોય છે.
આ ઉપરાંત સંસ્થાના કાયમી શુભેચ્છકો તરીકે યાત્રાના આયોજનમાં હરહંમેશ ખડા રહેતા પ્રફુલ્લભાઈ બાટવીયા, ભાવેશભાઈ સોઢા, હિતેષભાઈ પોપટ, વજુભાઈ ગોલ, રામજીભાઈ જાદવ (એડવોકેટ)નો ઉલ્લેખ કર્યો હતો. યાત્રાના આયોજનમાં એસ.ટી. ડેપોના ડીવીઝનલ ક્ધટ્રોલર ભાવેશભાઈ પટેલ, ડેપો મેનેજર એચ.એલ. દવે તથા મહેશભાઈ ભીમજીયાણીના સહકારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સંસ્થા વતી મહેમાનોનું સ્વાગત કરાયા બાદ અનુકંપા ફાઉન્ડેશન દ્ધારા સાસંદ ગોવિંદભાઈ ધોળકીયાનું સ્નેહાભિવ્યકિત પત્ર દ્વારા સન્માન કરાયું હતું, જેમાં ગોવિંદકાકા દ્ધારા થતાલોકહિતના અનેક સેવાકાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અને તેને સંસ્થા વતી ડો. કાનાબાર અને તેમની ટીમ દ્ધારા ગોવિંદકાકાને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ યાત્રામાં આર્થિક અનુદાન આપનારા બાબરા નાગરિક બેન્કના ચેરમેન હસુભાઈ પોપટ, આર્કિટેકટ અને એન્જીનીયર હિમાંશુભાઈ ધાનાણી, પ્રકાશભાઈ ધોળકીયા (નીલકંઠ જવેલર્સ), ભરતભાઈ સોનપાલ, બિલ્ડર અને કોન્ટ્રાકટર જીતુભાઈ વીંછીયા તથા જીતુભાઈ જોગદીયા, શીતલ ઈન્ડસ્ટ્રીઝના દિનેશભાઈ ભુવા, શહેરના જાણીતા તબીબ ડો. ચંદ્રેશભાઈ ખુંટનું સંસ્થા વતી ગોવિંદભાઈ ધોળકીયા અને મહેમાનોએ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ