ધોરાજીના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેતી અમરેલી પોલીસ

ગણતરીની કલાકોમાં પોલીસે કાર્યવાહી કરી

રાજકોટના ધોરાજી સીટીના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જીલ્લા તેમજ જિલ્લા બહાર ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે થઈને અમરેલી જિલ્લા વિસ્તારમાં રહેતા ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમ તથા અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, ધોરાજી ખાાતેથી વિમલભાઇ મોહનભાઇ હરીયાણી નામની વ્યકિતનું ગત ગઇ તા.18 નાં રોજ અપહરણ થયેલ હોય જે અંગે જેતપુર ગામે રહેતાં કૃપાલીબેન ઉર્ફે કૃપા ભાવીનભાઇ ચીતારાએ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ બનાવમાં અમરેલીના ગંગાનગર, શેરી નં.2 માં રહેતાં ગોપાલ વિઠ્ઠલભાઇ ડાંગર, તથા અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ ઉત્સવ ફ્લેટમાં રહેતાં પ્રદ્યુમનસિંહ ભરતસિંહ વાળા તથા ભાવનગર જિલ્લાનાં ખડસલીયા તેમજ કચ્છ જિલ્લાના માધાપર, ગોકુળધામ સોસાયટીમાં રહેતાં ઋષિરાજસિંહ ચંદ્રસિંહ વાળા નામનાં સંડોવાયેલ આરોપીઓ અમરેલી ખાતે આવેલ હોવાની બાતમી મળતાં તેના આધારે તપાસ શરૂ કરતાં તે દરમિયાન ભોગબનાર વિમલભાઇ મોહનભાઇ હરીયાણીને શોધી કાઢી, સંડોવાયેલ ચારેય આરોપીઓને પકડી પાડી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ