ધોરાજી તાલુકા મા ઓછી વસ્તી ધરાવતા નાનું એવું ગામ જમનાવડ ત્યાં અર્જુન ક્રિકેટ એકેડેમી દ્વારા નાના વિદ્યાર્થીઓને ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાવા માટેની તાલીમ આપી રહ્યા છે ત્યારે તેમના સંચાલક અને રણજીત ટ્રોફીના ખેલાડી તરીકે પ્રસિદ્ધિ પામેલા કમલ ચાવડા દ્વારા અનેક નાના વિદ્યાર્થીઓને મોટી સિદ્ધિ હાંસલ કરાવી છે ત્યારે તેમના બચપનના મિત્ર અને આંતરરાષ્ટ્રીય ખેલાડી સંજય બાંગર ને ધોરાજી બોલાવી નાના એવા જમનાવડ ગામમાં અર્જુન ક્રિકેટ એકેડેમી ના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં જોડાવા માટેની તક મળે તે માટે માર્ગદર્શન સન્માન સમારંભ યોજાયો હતો. આ સમયે ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તેમજ કોચ અને હાલમાં કોમેન્ટર તરીકે સેવા આપતા સંજય બાંગર ધોરાજી ના જમનાવડ ખાતે આવી પહોંચતા અર્જુન એકેડેમી ના સંચાલક દિનેશભાઈ ચાવડા તેમજ અર્જુન ક્રિકેટ એકેડેમી ના સંચાલક અને રણજી ટ્રોફીના ખેલાડી કમલભાઈ ચાવડા વિગેરે ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું
આ સમયે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય ટીમના ખેલાડી અને હાલમાં કોમેન્ટર તરીકે ફરજ બજાવતા સંજય બાગર એ વિશાળ મેદની અને વિદ્યાર્થીઓની હાજરીમાં માર્ગદર્શન આપતા જણાવેલ કે આજે મારી ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના જમનાવડ ગામમાં આવવાની ખુશી મળી અને આ ગામની અંદર નાના વિદ્યાર્થીઓને દેશ લેવલે પહોંચાડવાની મને જે સેવાનો તક મળ્યો છે તે બદલ હું તમામનો આભાર માનું છું. આ સમયે નિજાનંદ પરિવારના રાજુભાઈ યાદવ જે જે વીરાણી પ્રવીણભાઈ મોડાસીયા, દવેભાઈ એડવોકેટ ધીરુભાઈ ઠેશિયા ધોરાજી પીજીવીસીએલના રાદડિયા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના રાજુભાઈ બાલધા જમનાવડના સરપંચ તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
