દોડવું એ માત્ર શરીરની કસરત નથી, એ મનની મક્કમતાની કસોટી છે

મુંબઈમાં યોજાઈ મેરેથોન, જામનગરથી અનેક લોકો જોડાયા

ગત તા.18 જાન્યુઆરીના દિવસે 21 મી વખત મુંબઈ શહેર માં ટાટા દ્વારા આયોજીત વિશ્વવિખ્યાત વાર્ષિક વિશ્વ એથ્લેટિક્સ સુવર્ણ શ્રેણીની મેરેથોન દૌડ માં કુલ 69100 લોકો ભાગ લીધ હતો. જેમાં વિશ્વભર ના વિવિધ શહેરોમાંથી 3600 થી વધુ લોકો જોડાયા હતા.
જામનગરમાંથી પણ અનેક રનર્સ દ્વારા ટાટા દ્વારા આયોજિત મેરેથોનમાં સફળતાપૂર્વક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. ફુલ મેરેથોન (42. કીમી) પૂર્ણ કરનાર જામનગર.ના રનર્સ માં ડો. ઉલ્હાસ સાઠે ,.. ડો. આરતી સાઠે , ડો. આર. એસ. વિરાણી , ડો. તપન મણિયાર , ડો. જયદીપ માંકોડી , ડો. શેખર સાઠે , રાહુલ ગણાત્રા , અંકુર ખન્ના , યુવરાજસિંહ ઝાલા , સંદીપ પતિરા , રોહિત ભાનુશાળી , નીરજ મહેતા , વિમલેશ ટી. , સાગર શાહ , સંજય સિંહ , વિકાસ સારસ્વત , નીતિન ભોરસકર , સંદીપ પીપળીયા નો સમાવેશ થાય છે.
આ તમામ રનર્સે 42 કિમીનું અંતર દોડીને મુંબઈ મુકામે ટાટા દ્વારા આયોજિત ’ફુલ મેરેથોન’ પૂર્ણ કરી છે. તેમની સાથે જ રનર્સે 21 કિમી દોડી ને ’હાફ મેરેથોન’ પૂર્ણ કરી છે.તેમાં મનસુખલાલ નકરાણી , પંકજ સાપોવાડીયા ,ડો. ચેતન ડાભી..,. ડો. પ્રશાંત તન્ના, ડો. કુશલ કપાસી ,. મિતેશ પાલા , દિલીપ તલાવડીયા , કિશોર ભંભાણી, નિર્મળસિંહ જાડેજા, હરીશ લઢ્ઢા ,મમતા જોશી, માસ્ટર શ્લોક મમતોરાનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ