જામનગર નાં અનમોલ ફ્રેન્ડ્સ ફોર એવર ગ્રૂપ દ્વારા જામનગર ની નેશનલ હાઈસ્કૂલમાં ધો. 5 (વર્ષ 1972-73) થી ધો. 12 (વર્ષ 1979-80) માં તથા એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં એફ.વાય. (વર્ષ 1980-81) થી ટી.વાય.(વર્ષ 1982-83) માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું એલમનાઇ (રીયુનિયન) સાથે સ્નેહ મિલન સમારોહ તથા શિક્ષકોનાં સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બધા મિત્રો સિક્સ્ટી પ્લસ એટલે સિનિયર સિટીઝન છે, તેમાંનાં મોટાભાગનાં મિત્રો સજોડે આવેલા હતાં. કાર્યક્રમનું સંચાલન વિજય નાખવા અને મહેશ માલદેએ કર્યું હતું. કરાઓકે રાજેશ મંગી એ સંભાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ રાષ્ટ્ર ગીત ગાઈને કરવામાં આવી હતી. ત્યારબાદ દિપક કુબાવત દ્વારા શાળાની પ્રાર્થના તથા સ્વાગત ગીતની રજૂઆત કરવામાં આવી હતી.
આ પછી હિતેશ પોટા (વોઈસ ઓફ મુકેશ), ધનંજય દવે, નલિન પટેલ, મેહુલ આચાર્ય વગેરે દ્વારા મિત્રતાનાં મનોરમ્ય ગીતો વડે કાર્યક્રમ ભવ્ય બન્યો હતો. ત્યારબાદ સૌ મિત્રોએ કપલમાં સ્ટેજ ઉપર આવીને જાણે ષષ્ઠી પૂર્તિની ઉજવણી કરતાં હોય તે રીતે સૌએ પોતાની ઓળખ આપી હતી. નિમંત્રણ ને માન આપીને નેશનલ હાઈસ્કૂલનાં પાંચ શિક્ષકો એ. પી. અમૃતિયા (પ્રિન્સિપાલ) , એમ. પી. જેઠવા , એમ. એમ. ચોવટીયા કિરણભાઈ જડિયા , કે. કે. ધામાણી ઉપસ્થિત રહ્યા હતા.
તેઓનું સન્માન અનમોલ ગ્રૂપ તરફથી શાલ ઓઢાડીને, પૂષ્પગુચ્છ આપીને તથા ટોપણ માધવજી કાગદી પરિવાર તરફથી મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનાં આશિર્વચનોનો લાભ તેમણે આપ્યો. આ પછી ગ્રૂપનાં સ્થાપક અને જામનગરનાં સાહિત્યકાર અનિલ બી. સરૈયા અનમોલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જયેશ નાખવાએ કરેલી. સમયસર કાર્યક્રમ પૂર્ણ કરીને સૌએ સ્વાદિષ્ટ કાઠીયાવાડી ભોજનને માણ્યું હતું! આ સમારંભમાં ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીની સેવા શરદ સુરાણી તથા જયેશ નાખવાએ આપેલી.
આ કાર્યક્રમમાં ખાસ અમદાવાદ થી મુકેશ જોષી, માધુરી જોશી, મેહુલ આચાર્ય અને હિતેશ પોટા તથા રાજકોટ થી નલીન પટેલ તથા શ્રી રામભક્ત કલ્પેશ વર્મા અને પારૂલ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સૌએ ફાળો પાંજરાપોળમાં આપી ને ગૌમાતાને સંયુક્ત ભેંટ લખાવીને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરૂં પાડેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનારાઓ માં મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન પરમાર, કમલેશ જાની, મહેશ પાંભર, પરેશ એચ. કનખરા, પરેશ જે. કનખરા, નિલેશ કનખરા, વિજય કોઠારી, બીપીન આશર, કિશોર શાહ, વિનેશ શાહ, ભરત જાદવાણી, કૌશિક મહેતા, રતિલાલ ભદ્રા, રાજીવ ત્રીવેદી, દિલીપ ચંદરીયા, અશ્વિન દોશી, કમલેશ બકરાણીયા વગેરે તથા એમ. પી. શાહ કોમર્સ કોલેજનાં મિત્ર પ્રો.વિજય દત્તાણી, મંદા જાની ત્રીવેદી, દર્શક મારુ, પરેશ મજીઠીયા વગેરે એ પત્ની ઓ સાથે આવ્યા હતા. અને કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવ્યો હતો.
