ભાજપ દ્વારા વહીવટી તંત્રનો દૂર ઉપયોગ કરીને કોંગ્રેસની વિચારધારા ધરાવતા મતદારોના નામ કમી કરી રહ્યા છે!: મતદાનથી વંચિત રાખવાનું કૌભાડ ચાલતું હોય પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા પૂર્વ ધારાસભ્ય વંશ
ઉના પંથક માં જઈંછ ની કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોય અને હવે 7 નંબર ના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે ઉના ના પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ દ્વારા આ કામગીરી માં હાલ જે નામ કમી કરવામાં આવી રહ્યા છે તે અંગે રજૂઆત કરવા પ્રાંત કચેરી એ દોડી ગયેલ અને મીડિયા સમક્ષ જણાવેલ કે હાલ મતદારો નું મેપિંગ થઈ ગયું છે અને મતદારયાદી પણ ફોટા સાથે ની પ્રસિદ્ધ થઈ ગયેલ છે પરંતુ જે મતદારો સ્થળાંતર થયા હોય એ મૃત્યુ પામ્યા હોય અને જે મતદારો એ ફોમ પરત ના આપ્યા હોય તે બધી યાદી બી.એલ.ઓ એ અલગ કરી ને આપેલ છે પરંતુ ભારત નું ચૂંટણી પંચ ભાજપ સાથે મીલીભગત કરી અને વહીવટી તંત્ર નો દુરુપયોગ કરી ને કોંગ્રેસ ની વિચાર ધારા સાથે જોડાયેલ જે મતદારો છે તેવા મતદારો ના નામ કમી કરવા માટે એક ષડયંત્ર કરી બુથ પ્રમાણે 15 થી 150 ના ,7 નંબર ના ફોર્મ ભરી અને ફોર્મ ભરનાર વ્યક્તિ બીજા ગામ ને ત્રાહિત વ્યક્તિ અજાણ્યા નામે ફોર્મ રજૂ કરી અને જે લોકો ને મતદાન નો અધિકાર મળ્યો છે એમને મતદાન થી વંચિત કરવાનો અને ખાસ કરી ને કોંગ્રેસ ની સાથે જોડાયેલા મતદારો ના નામ કમી થાય તેના માટે નું ભાજપે જે ષડયંત્ર રચ્યું છે વહીવટી તંત્ર એના ભાગીદાર ના બને તે માટે રજૂઆત કરવામાં આવેલ છે. બી.એલ.ઓ પણ વહીવટી તંત્ર ના દબાણ માં કામ ના કરે અને તથસ્થ કામ કરે અને 7 નંબર ના 6604 ફોર્મ ભરાયા છે તેની બી.એલ.ઓ.યોગ્ય ચકાસણી કરે અને પૂરતા પુરાવા મેળવી ત્યાર પછીજ ઓનલાઈન ની કામગીરી કરે એમાં કોઈ મૃત્યુ પામ્યા હોય સ્થળાંતર થયા હોય અથવા ભૂલ થી ક્યાંય રહી ગયું હોય એવા લોકો ના 7 નંબર ના ફોર્મ ભરે તેની સામે વાંધો હોય શકે નહીં પરંતુ આવનારા દિવસો માં બી.એલ.ઓ.કે વહીવટી તંત્ર મતદાન નો જેમને અધિકાર મળ્યો છે એવા સાચા લોકો ના નામ કમી કરવામાં ક્યાંય ભાજપ ના કાવતરા કે ષડયંત માં ક્યાંય પણ આવે નહીં તેવી ચેતવણી આપીએ છીએ તેમ છતાં પણ જો સાચા લોકો ના નામ કમી કર્યા અને પુરાવા મળશે તોકાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે બીજી તરફ ઉના ના નાંદણ ગામ ના નૂરમહંમદભાઇ ભટ્ટી પણ પ્રાંત કચેરી એ રજૂઆત કરવા આવેલા કે મારા કાકા સતારભાઈ કાસમભાઈ ભટ્ટી નું નામ કમી કરવાની એક અરજી સિલોજ ગામ માંથી કરવામાં આવી તેવી જાણ તેમને થતા ઉના પ્રાંત કચેરી પર આ અંગે રજૂઆત કરવા આવેલ અને પ્રાંત અધિકારી ને જણાવેલ કે મારા કાકા સતારભાઈ કાસમભાઈ ભટ્ટી છેલ્લા 8 મહિના થી દુબઇ માં છે તો નામ કમી ની અરજી કેમ થાય અને કોણે કરી અને જોવાની ખૂબી એ છે કે મારા કાકા ના નામની બીજી અરજી નામ કમી કરવાની નાંદણ માંથી પણ થઈ છે બન્ને ફોર્મ માં અલગ અલગ રીતે નામ લખેલા છે અને સહી પણ અલગ અલગ છે જેમાં એક ફોર્મ માં ગુજરાતી માં અને બીજા ફોર્મ માં અંગ્રેજી માં છે.તો આવું કોણે કર્યું આમ મતદાર યાદી માંથી નામ કમી કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે આ બાબતે ઉના પ્રાંત કચેરી એ રજૂઆત પણ કરવામાં આવી છે.અને આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગણી પણ કરેલ છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ આક્ષેપ કર્યો છે કે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કેટલાક મતદારો બાપ દાદા વખત થી રહેતા હોય અને ખેતીવાડી ધરાવતાં હોય બહાર ગયા હોય તેવા મતદારો ના યાદી મા મેપિગ થયાં બાદ તેને મતદાર યાદી કે પરીવાર ના સંબંધો નહીં હોય તેવી ત્રાહિય વ્યકિત ના નામે મતદાર યાદી માંથી દુર કરવા ની અરજી ઓ કરી જોહુકમી ભર્યા મનમાની રીતે સાચા મતદારો ની બાદબાકી કરવાનું સડયંત્ર ચાલતું હોય તે ગંભીર બાબત સામે આવી રહી છે આ અંગે તંત્રને ગંભીર ચીમકી આપી જો સત્ય મતદારો પ્રત્યે કોઈ ભેદભાવ રાખી ઈરાદા પૂર્વક મતદારો યાદીમાંથી કાઢવામાં આવશે તો કાનુની રીતે કાર્યવાહી કરીશું.
