કોણ કહે છે સિંહના ટોળા ન હોય: ધારી પંથકમાં એક સાથે 14 સાવજ જોવા મળ્યા

પાણીની શોધમાં નીકળેલા સિંહો કેમેરામાં કેદ

આપણાં ગુજરાતમાં એક સામાન્ય કહેવત છે કે, “સિંહના ટોળા ના હોય” પણ આ કહેવત અમરેલી જિલ્લામાં અનેક વખત તદન ખોટી ઠરી છે. જિલ્લામાં એકલ દોકલ નહીં પણ ટોળા સ્વરૂપે સિંહ પરિવાર ફરતો હોય છે. ત્યારે ફરી એક વખત ગીરકાંઠાના ધારી પંથકમાં એક, બે નહીં પણ એકી સાથ 14 સિંહોનું ટોળું મોબાઈલ કેમેરામાં કેદ થવા પામેલ છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ થવા પામેલ છે.
અમરેલી જિલ્લામાં સતાવાર રીતે સૌથી વધુ 339 સિંહોની સંખ્યા નોંધાઈ છે. ત્યારે ગીર કાંઠાના ધારી પંથકમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે ગઈકાલે રાત્રીનાં સમયે ધારી તાલુકાના ધારીના વાઘાવડી ગામ નજીક એક 14 સિંહનું ટોળું જોવા મળ્યું હતું. ગીર વિસ્તારમાં પાણી તથા ખોરાકની અછત હોય ત્યારે કેટલાંક સિંહ પરિવાર રાત્રીના અંધારામાં શિકાર તથા પાણીની શોધમાં નીકળેલા 14 સિંહો જોવા મળતાં ત્યાંથી પસાર થતાં એક વાહન ચાલકે આ સિંહોના ટોળાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. અને બાદમાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ થવા પામેલ છે.

રિલેટેડ ન્યૂઝ