રીમાન્ડની તજવીજ
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી લીધો હતો.રહીમ મકરાણી છેલ્લા આઠ મહીના થી પોલીસ પક્કડ થી દુર હોય અને નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરાયો હતો.દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાંચ નાં પો.કોન્સ.ભરતભાઈ ગમારાને મળેલી બાતમી નાં આઘારે પોલીસે જુનાગઢ તેનાં ઘરેથી જડપી લીધો હતો.પહેલેથી આ કેસ ની તપાસ ચલાવી રહેલા હાલ જેતપુર પીઆઇ એ.ડી.પરમાર ને રહીમ સોંપાયો હતો.ઉલ્લેખનીય કે રાજકોટ એ’ડીવીઝન પોલીસ સ્ટેશન માં દુષ્કર્મ અંગે જેના પર ફરિયાદ થયેલી તે રીબડાનાં અમીત ખુંટે તા.5/5/25 નાં પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.અમીતે શ્યુસાઇડ નોટ માં દુષ્કર્મ ની ખોટી ફરિયાદ કરાઇ હોય મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદિપસિંહ સહિત નાં નામ લખ્યા હતાં. ગોંડલ પંથક માં ચકચારી બનેલા આ કેસ માં પોલીસ તપાસ દરમ્યાન અન્ય નામ પણ બહાર આવ્યા હતાં.જે પૈકી બનાવ નાં આઠ મહીના થી નાશતો ફરતો રહીમ મકરાણી લોકલ ક્રાઈમ બ્રાંચ નાં હાથે જડપાઇ જવા પામ્યો છે.તપાસનીસ પીઆઇ એ.ડી.પરમારે રહીમ ની પ્રાથમિક પુછપરછ કરી 7 દિવસના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
