મૃતકના પરિવારને સાંત્વના આપી 10 હજારની આર્થિક મદદ કરી
ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે સાત-આઠ દિવસ પહેલા અવસાન પામેલ ગરીબ પરીવાર ના સ્વ. વિનોદભાઈ જેન્તીભાઈ નાંડોળા ના પરિવારની મુલાકાત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ લીધી હતી. આર્થિક રીતે ગરીબ પરીવાર ના મોભી નું અવસાન થતા સ્વ. વિનોદભાઈ જેન્તીભાઈ નાંડોળા ના પરિવારને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ સાંત્વના પાઠવી હતી હૈયાધારણા આપી હતી. આ તકે ગીરગઢડા તાલુકા ભાજપ મહામંત્રી અને અંબાડા ગામના આગેવાન કે.સી.રાજપૂત એ અવસાન પામેલ સ્વ. વિનોદભાઈ જેન્તીભાઈ નાંડોળા ના પરિવારના ઘરની આર્થિક પરિસ્થિતિ વિશે ધારાસભ્ય ને જણાવ્યું હતું. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ સ્વ. વિનોદભાઈ જેન્તીભાઈ નાંડોળા ના પરિવારને 10000 હજાર ની રોકડ સહાય આપી અને માનવતા દાખવી હતી.
