તાલાલા શ્રીબાઈ માતાજી નૂતન મંદિરનો બીજો સ્થાપના દિવસ ઉજવાશે:ચિંતન શિબિર યોજાશે

સતયુગમાં સનાતન ધર્મની જયોત પ્રગટાવનાર શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરને પ્રથમ વર્ષ પૂર્ણ

ભક્ત પ્રહલાદ નાં ગુરૂ માતા તથા સતયુગમાં સનાતન ધર્મની જયોત પ્રજવલિત કરનાર શ્રીબાઈ માતાજીનું ગીરના પાટનગર તાલાલા શહેરમાં નવનિર્મિત દિવ્ય મંદિરને પ્રથમ વર્ષ પૂર્ણ થતાં શ્રીબાઈ ધામમાં તા.31/01/2026 શનિવારે ભક્તિભાવપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા તિથિ મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે સવારે શ્રીબાઈ માતાજીનો યજ્ઞ બાદ બપોરે 3:00 કલાકે ધ્વજારોહણ થશે ત્યારબાદ સોરઠીયા પ્રજાપતિ સમાજના અગ્રીમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજની ચિંતન શિબિર યોજાશે.આ ચિંતન શિબિરમાં શ્રીબાઈ ધામ વિકાસ માટે તથા સમાજમાં વર્ષોથી ચાલતાં રીતરિવાજોમાં જરૂરી ફેરફાર અને સમાજના ખોટા રિવાજો બંધ કરવા ઉપરાંત સમાજના સંગઠન અને સર્વાંગી વિકાસ માટે અગ્રણીઓ ઉપયોગી માર્ગદર્શન આપશે.સાંજે 7:00 વાગ્યે શ્રી
બાઈ માતાજી ની મહાઆરતી યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદ(ભોજન)નો કાર્યક્રમ યોજાશે.પ્રાણ પ્રતિષ્ઠા તિથિ મહોત્સવ અનુરૂપ રાત્રે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમ શ્રીબાઈ ધામના મંત્રી સંજયભાઈ દેવળીયા એ જણાવ્યું છે.સમાજમાં સકારાત્મક ભાવના તથા સામાજિક જાગૃતિને નવી દિશા આપવા ઉપયોગી શ્રીબાઈ માતાજીના દિવ્ય ધાર્મિક મહોત્સવમાં પધારવા શ્રીબાઈ ધામ વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ મુકેશભાઈ દેવળીયા તથા કારોબારી અને ટ્રસ્ટીમંડળે જ્ઞાતિબંધુઓને જાહેર આમંત્રણ સાથે અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ