ર ફેબ્રુ.થી 9 ફેબ્રુ. સુધીમાં મુખ્ય મથકમાં 4પ નાગરિકો હડફેટે ચડયા અમરેલી જિલ્લામાં 7રથી વધુ નાગરિકોને રખડુ શ્ર્વાને બચકા ભર્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી મુખ્ય મથકમાં 4પ અને ગ્રામ્ય વિસ્તારનાં ર7 મળી કુલ 7ર નાગરિકોને રખડુ શ્વાને બચકા ભરીને હોસ્પિટલે દોડાવ્યા હોવા છતાં જિલ્લાનાં વિશાળ વહીવટીતંત્ર ઘ્વારા રખડુ શ્વાનની સમસ્યા દૂર કરવા માટે મહત્વની કશી જ કાર્યવાહી થતી ન હોય જિલ્લાની જનતામાં નારાજગીનો માહોલ ઉભો થયો છે.થોડા દિવસો પહેલા અમરેલીમાં એક જ દિવસમાં 3પ નાગરિકોને રખડુ શ્વાને બચકા ભર્યા બાદ સતત રખખડુ શ્વાનનાં બચકા ભરવાનું પ્રમાણ વધી રહૃાું છે. પાલિકાનાં શાસકો ઘ્વારા માત્ર રસીકરણની કામગીરી ગોકળગાય ગતિએ થઈ રહી છે. પરંતુ, રખડુ શ્વાનને સલામત સ્થળે ખસેડવાનું કોઈ આયોજન જ નથી.
તદુઉપરાંત, રખડતાં ગૌવશંને લીધે પણ નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ વધી રહૃાું છે અને નાગરિકો રખડુ શ્વાનની જેમ જ રખડતા ગૌવંશથી પણ પરેશાની ભોગી રહૃાા છે. શહેરમાં રખડુ પશુઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે.અમરેલી જિલ્લાનાં દરેક તાલુકા મથકોએ પશુ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે તો જનતા અને પશુઓ પણ સલામતી અનુભવશે અને તેમાટેનું નકકર આયોજન નેતાગીરી વગર શકય નથી.

રિલેટેડ ન્યૂઝ