દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એલ.એસ. પીરઝાદાના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ આગામી તારીખ 14 માર્ચ, શનિવારના રોજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી તમામ અદાલતોમાં આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે.આ રાષ્ટ્રીય લોક અદાલતમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો અને પ્રિ-લીટીગેશન કેસો માટે આ આયોજન કરવામાં આવેલ છે.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા-જુદા સ્ટેક હોલ્ડર તથા સંસ્થાઓના હોદેદારો સાથે આ લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ-લીટીગેશન મળીને કુલ 3000 થી વધુ કેસો ફાઇન્ડઆઉટ કરી મુકવામાં આવ્યા છે. જિલ્લામાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઈ-ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. હાલ કુલ 4686 વાહન ચાલકો વિરૃદ્ધ ઈ- ચલણની પ્રિ-લીટીગેશન નોટિસ સંદર્ભે આવા વાહન ચાલકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયા ખાતે આવેલા “નેત્રમ “કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર કે જિલ્લાની નજીકની ટ્રાફિક શાખા ખાતે અથવા ઉપરોક્ત લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે.લોક અદાલતના માધ્યમ થકી કેસ ખુબજ ઝડપથી પુરો કરાવવા નજીકની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ અથવા ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા કે ઓખામાં સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સલાયા રોડ, હર્ષદપુર, ખંભાળિયા ખાતે સંપર્ક કરવા અથવા કચેરીના ટેલિફોન નંબર 02833-233775 /9227115100 પર સંપર્ક કરવા અને કોઈ પણ કાનૂની સહાય મેળવવા નાલસા હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ