આજરોજ મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થયો હોય, દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. આજરોજ સવારે પોણા અગિયાર વાગ્યે યોજવામાં આવતી શૃંગાર આરતી સમયેથી ભાવિકો ઠાકોરજીની પ્રસાદીરૂપ અબીલ-ગુલાલની પોટલીઓથી રંગે રંગાયા હતા. આજથી ફુલડોલ ઉત્સવ સુધી સવાર-સાંજ બન્ને સમયે જગતમંદિર પરિસરમાં પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે. (તસ્વીર:- કુંજન રોડીયા – દ્વારકા)
રિલેટેડ ન્યૂઝ
-
સૌ પ્રથમ વખત યોજાશે વેસ્ટ ઝોન વેેટર્ન ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટરો ફરી મેદાનમાં ઉતરી કૌશલ્ય બતાવશે
સૌરાષ્ટ્ર ઉપરાંત બરોડા, ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્રની ટીમો ભાગ લેશે કહેવાય છે કે, ખેલાડીઓ માટે ઉંમર એક... -
રાજયમાં સ્થાનિક ચૂંટણી પહેલા મોટા ફેરફારો રાજયના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે સુગલેની નિમણુંક: શુકલાને બદલાવાયા સરકાર સાથે ચર્ચા બાદ ચુંટણી પંચનો નિર્ણય
ગુજરાતમાં આગામી મહિનાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે તે પહેલા ચૂંટણી પંચે રાજ્યના... -
સમાણા ગ્રા.પં.ના તલાટીના બોગસ સહીથી ભૂતિયા પેઢીનામું બની ગયું
બોગસ મેરેજ સર્ટિફિકેટ પ્રકરણની તપાસ ચાલે છે ત્યાં નવું કૌભાંડ જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની...
