તાલાલા તથા આંકોલવાડીમાં વિજતંત્ર દ્વારા રૂ.4 કરોડ 38 લાખ બાકી રકમની વસુલાતનો પ્રારંભ

તાલાલા કચેરીના 3 કરોડ 3 લાખ,આંકોલવાડી ગીર કચેરીના 1 કરોડ 35 લાખ રકમ ગ્રાહકો પાસે બાકી

ગીરના પાટનગર તાલાલા શહેરમાં આવેલ વિજ કચેરી તથા આંકોલવાડી ગીર ગામની કચેરી દ્વારા વિજળી બીલની બાકી રકમ વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા બાકીદારો માં દોડધામ મચી ગઈ છે. તાલાલા વિજ કચેરી હેઠળના વિજ ગ્રાહકો પાસે રૂ.3 કરોડ 3 લાખ તથા આંકોલવાડી ગીર કચેરીના ગ્રાહકો પાસે રૂ.1 કરોડ 35 લાખની રકમ બાકી છે…તાલાલા પંથકના વિજ ગ્રાહકો પાસે કુલ રૂ.4 કરોડ 38 લાખ વિજળી બીલની બાકી રકમની વસુલાત માટે બંને વિજ કચેરી દ્વારા વારંવારની ઉઘરાણી પછી પણ ગ્રાહકો બાકી રકમ ભરવા ઉદાસીનતા રાખતા હોય બંને વિજ કચેરી દ્વારા વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ ઝુંબેશ દરમ્યાન જરૂર પડ્યે ગ્રાહકોના મીટર ઉતારી વિજ જોડાણ કાપી નાખવામાં આવશે ત્યારબાદ જોડાણ પુન: શરૂ કરવા ગ્રાહકો પાસેથી દંડ સાથે જોડાણ ચાર્જ વસુલ કરવાના કડક નિયમો સાથે વિજ કચેરી દ્વારા કડક વસુલાત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ વિજ કચેરીના સુત્રોએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ