વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વી.સી.હોલ માં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી સંલગ્ન વિભાગોને સમસ્યાઓના સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતાં. અરજદારો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ દૂર કરવા બાબત, છેતરપિંડી, રસ્તાનું દબાણ, કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય, નડતરરૂપ અવરોધ દૂર કરવા બાબત, ખેતર વચ્ચે રસ્તો બનાવવા સહિતના પોતાના પ્રશ્નો, રજૂઆતો, માંગણી તથા સમસ્યાઓને નિવાસી અધિક કલેક્ટરશ્રી સમક્ષ વ્યક્તિગત રીતે રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર દ્વારા દરેક અરજદારની રજૂઆતોને કેન્દ્રમાં રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સમયમર્યાદામાં બહોળા સમૂહને સ્પર્શતી તેમજ વ્યક્તિગત સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવા દિશાનિર્દેશો આપ્યાં હતાં. આ સ્વાગત કાર્યક્રમમાં ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા સહિત આરોગ્ય, જેટકો, માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિલેટેડ ન્યૂઝ
-
પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉભી કરાઈ ગીર સોમનાથ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો આજે તા.26 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો... -
સૂત્રાપાડામાં યોજાયેલા ‘સ્વદેશી મેળા’થી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળામાં થતી આવકથી પરિવારને આર્થિક મદદ કરવાની ખુશી મળે છે – મિતાબહેન... -
તાલાલા પંથકમાં વધતા જતા ક્રાઈમ રેટને અટકાવવા પોલીસે કોમ્બિંગ હાથ ધરતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા
તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી,સીદીવાડા ઉપરાંત સંવેદનશીલ જાંબુર ગીર,માધુપુર ગીર,સુરવા ગીર,પાણીકોઠા,જાવંત્રી ગીર,લીમધ્રા ગીર,શીરવાણ ગામોમાં છ પોલીસ ટુકડીએ...
