તળાજા નજીક અકસ્માતમાં મહિલાનું મોત: મહિલાના પતિને ગંભીર ઇજા

બાઇક સ્લીપ થતા બનેલી દુર્ઘટના

ભાવનગર જિલ્લામાં અકસ્માત ના સૌથીવધુ બનાવો તળાજા પંથકમાં બની રહ્યા છે.રસ્તો પહોળો હોવા છતાંય સામે બાઇક ટકરાય અને પરિવાર નો માળો પિંખાય જાય તેવી ઘટનાઓ વચ્ચે દિહોર ગામના રહીશ દંપતી ભદ્રાવળ નજીક થી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતા પતિનું મોત નીપજ્યું હતું.પત્નીને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવી હતી.
ભગવાન કાનાભાઈ પરમાર તથા તેમના પત્ની જયાબેન બંને બાઇક પર ભદ્રાવળ ગામ નજીક થી પસાર થઈ રહ્યા હતા.સમાન્ય કરતા બાઇક ની સ્પીડ વધુ હોય સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેવાના કારણે બાઇક સ્લીપ ખાઈ ગયેલ.જેમાં સ્થળપર જ ભગવાનભાઈ નું મૃત્યુ થયેલ.પત્ની ને ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ.
ઉલ્લેખનીય છેકે તળાજા શહેર ના રસ્તા હોય કે ગ્રામ્ય વિસ્તારના અથવા તો હાઇવે રોડપર બે ફિકરાઈ પૂર્વક બાઇકો ચલાવતા નિત્યક્રમ જોવા મળે છે.જેનુ ગંભીર પરિણામ સ્વયં અને પરિવાર ને ભોગવવું પડે છે. જે આજના અકસ્માત એ વધુ એક વખત પુરવાર કર્યું છે. ઝીંદગીના હમસફર દંપતી બાઇક સ્લીપ થવાના કારણે ખંડિત થયું છે.

રિલેટેડ ન્યૂઝ