ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ઉદિશા કલબ અંતર્ગત તારીખ 27/03 અને 28/03ના રોજ કોલેજના સેમિનાર હોલ ખાતે એ.એમ.પી.લો. કોલેજ, રાજકોટના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટી અને સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાર્યશ્રી ડો.પી.આર.ચૌહાણ સાહેબના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ હતું.
પ્રથમ સેશનમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાર્ય ડો.પી.આર.ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશની વિશિષ્ટ વિશેષતાઓ વિશે એક ગહન અને રોચક વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.
બીજા સેશનમાં એ.એમ.પી.લો. કોલેજ, રાજકોટના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટીએ વિદ્યાર્થિઓને બેઝિક ઇંગ્લિશની વર્તમાનમાં આવશ્યકતાઓની વિશે વ્યાખ્યાન આપેલું હતું. વ્યાખ્યાનના અંતે ડો. ભાવેશ કાછડિયા, ડો. જગત આર. તેરૈયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાર્ય ડો.પી.આર.ચૌહાણ સાહેબ દ્વારા 10.00 થી 01.00 દરમ્યાન વિદ્યાર્થીઓને રીડિંગ સ્કિલ વિશેની જુદી જુદી ટેકનિક્સ વિશે જણાવવામાં આવ્યુ હતું અને વિધાર્થિઓને ઉદભવતા જુદા જુદા પ્રશ્ર્નોના જવાબ પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનના અંતે પ્રો. એ.આર.પુંજાણી દ્વારા વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
ઉપરોક્ત વક્તવ્યનું સમગ્ર આયોજન આચાર્યશ્રી ડો. પરેશ એન. રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉદિશા સમિતના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેશ આર. પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.
