ઉના સેક્ધડ એડી. ચીફ જ્યુડી. કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

પર્સનલ લોન શ્રીરામ ફાયનાન્સ કંપની પાસે મેળવી ચેક આપ્યો હતો ચેક બાઉન્સ થતાં કેસ કોર્ટમાં નોંધાયેલ

ઊના ના નાઠેજ ગામ ના એક શખ્સ એ શ્રીરામ ફાયનાન્સ કંપની પાસે થી પર્સનલ લોન લીધી હતી તેની સામે બેંક નો ચેક આપ્યો હતો આ ચેક કેનેરા બેંક ઉના શાખા મા નાખતા રીટર્ન થયો હતો આ બાબતે ફાયનાન્સ કંપની દ્વારા લીગલ કાનુની કાર્યવાહી હાથ ધરી ઉના સેક્ધડ એડી ચીફ જયુડી કોર્ટ સમક્ષ ભરત ભાઇ દેવાતભાઇ લાખણોત્રા, રહે. નાઠેજ. વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 ની કલમ-138 મુજબના ગુના અંગે ક્રિમિનલ અન્વયે કેસ દાખલ કરતા આ કેસ ચાલી જતાં તમામ પુરાવા આધારે ભરત લાખણોત્રા ને કસુરવાર ઠરાવી 1 (એક) વર્ષની સાદી કેદની સજા કરવાંમાં આવી હતી
ફરિયાદ પક્ષ તરફે .વકીલ રામજીભાઈ એ. પરમાર. પ્રગ્નેશભાઈ ડી. સોલંકી .ભાર્ગવ એચ.ડોડીયા રોકાયા હતા તમામ હકીકતો અને પુરાવો ધ્યાને લેતા ફરિયાદ પક્ષ દ્વારા આરોપી સામેનો કેસ નિ:શંક પુરવાર કરેલ હોય આરોપીને મહત્તમ સજા તથા કાયદેસર રકમ પરત અપાવવા હુકમ કરવા કોર્ટ સમક્ષ વિનંતી કરેલ હતી આ કેસમાં બચાવ પક્ષને તક આપવા છતાં દલીલ રજુ રાખેલ ન હોય જેથી આરોપીનો દલીલનો હક્ક બંધ કરવામાં આવેલ. ફરિયાદ પક્ષ નિ:શંક પણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પર્સનલ લોનની રકમની ચુકવણી પેટે પોતાની કેનરા બેંક, ઉના શાખાનો ખાતા નંબર 5955101001532 નો ચેક નંબર 786439, તા. 15/02/2025 નો રૂ. 1,27,500/- નો આપતા, જે ચેક ફરિયાદીએ બેંકમાં રજુ રાખતા “એકાઉન્ટ બ્લોક્ડ” ના શેરા સાથે પરત ફરેલ હતો અને ત્યારબાદ ફરિયાદીએ સમયમર્યાદામાં નોટીસ આપી ચેકના નાણા ની માંગણી કરેલ તે નોટીસ આરોપીને બજી ગયેલહોવા છતાં ફરિયાદીની કાયદેસરની લેણી રકમ નિયત સમય મર્યાદામાં નહી ચુકવીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 હેઠળનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ હતો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના શબ્દો વંચાણે લેવામાં આવે તો તેમાં સજા બાબતે નામદાર કોર્ટને વિવેકાધીન સત્તા આપવામાં આવેલ છે. ગુનો પુરવાર થાય તો મહત્તમ સજા 2 (બે) વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમના બે ગણા સુધીનો દંડ અથવા બંને તેમ જણાવેલ છે. આમ, નામદાર કોર્ટે કેસની હકીકતોને ધ્યાને રાખીને સજા બાબતે હુકમ કરતાં પહેલાં આ ગુનામાં મહત્તમ સજા માટે ખાસ અને અસામાન્ય સંજોગો તથા હકીકતો હોવા જોઇ ને હાલના કામે એવા કોઇ અસામાન્ય અને ખાસ સંજોગો જણાઇ આવતા નથી. તેવું જણાવી આરોપી સામેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુનાની સજા, ગંભીરતા, આરોપીની ઉંમર, તેનું ભવિષ્ય, તેઓની કુટુંબની જવાબદારી વિગેરે જેવા તત્વો ધ્યાને લેતા, સજા બાબતે – ભરતભાઈ દેવાત ભાઈ લાખણોત્રા, રહે. નાઠેજ, વાળા ને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 ની કલમ-138 મુજબના ગુના અંગે ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 ની કલમ 255 (2) અન્વયે કસુરવાર ઠરાવી 1 (એક) વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.આ ઉપરાંત ભરતભાઈ દેવાતભાઈ લાખણોત્રા નાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 ની કલમ 357 (3) મુજબ ફરિયાદીને વળતર પેટેની રકમ રૂ. 1,27,500/- અંકે રૂપિયા એક લાખ સત્યાવીશ હજાર પાંચ સો પુરા ચુકવવાનો હુકમ કરવામાં આવે છે. આરોપી ઉપરોક્ત વળતર હુકમની તારીખથી એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.જો વળતરની રકમ બાબતે કસુર થાય તો કસુર સામેની સજાનો અમલ મુખ્ય સજા વીત્યા બાદ શરૂ થયેલો ગણવાનો રહેશે આ કામના આરોપીએ સદરહું કેસના કામે જો અગાઉ કોઇ સજા ભોગવેલ હોય તોક્રિમિનલપ્રોસિજર કોડ, 1973 ની કલમ 428 મુજબ ભોગવેલ સજા મજરે આપવાનો હુકમ ઉનાના સેક્ધડ એડી.ચીફજ્યુડી. મેજીસ્ટ્રેટ નીરજ કુમાર યાદવ એ કયો હતો

રિલેટેડ ન્યૂઝ