કોટડાસાંગાણી તાલુકામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વારંવારની સૂચના બાદ પણ વીજ બિલ ન ભરતા ગ્રાહકો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. બાકી રકમ: 14.58 લાખ, કનેક્શન કટ: 80 વીજ જોડાણો, વિસ્તાર: કોટડાસાંગાણી શહેર અને ગ્રામ્ય પંથક, કોટડાસાંગાણી ઙૠટઈક પેટા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી વીજ બિલની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે ગ્રાહકોના બિલ લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા, તેમને અગાઉ નોટિસ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં રકમ જમા ન થતા, આજે ઙૠટઈકની ટીમો દ્વારા તાલુકામાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 80 જેટલા વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ ગ્રાહકો મળીને કુલ 14.58 લાખની રકમ બાકી બોલતી હતી. વીજ કંપનીની આ આકરી કાર્યવાહીને પગલે અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉના: સોમનાથ બાગના ચોકીદાર તરીકે નોકરી કરતા યુવકને રૂમમાં ત્રણ શખ્સોએ ધુસી આવી માર માર્યો
વરશીગપુર ગામના યુવાનને છોકરી સામે કેમ જોવે છે તેમ કહી માર માર્યો ઉના ના વરશીગપુર ગામે... -
CCE પરીક્ષા MCQ -OMR પધ્ધતીથી લેવા માંગણી
વાસ્તવિક ગુણમાં 2 ગુણથી લઈને 37 ગુણનો વધારો થયો હતો, 300થી વધુ પ્રશ્ર્નોના જવાબ ખોટા હતા... -
કોડીનારના આદપોકર ગામે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ
તંત્ર અને ખેડૂત વચ્ચે વિવાદ વકર્યો કોડીનાર તાલુકાના આદપોકાર અને સયાજી રાજપરા ગામની સીમમાં વર્ષો જૂના...
