અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના કુકાવાવ તાલુકાના સિનિયર ઓફિસરનો વિદાય સમારંભ

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના કુકાવાવ તાલુકાના સિનિયર ઓફિસર અરવિંદભાઈ કાનાણીનો નિવૃત્તિ વિદાય સમારંભ સમસ્તચારણ પીપળી ગામ તથા બગસરા તાલુકાની સેવા સહકારી મંડળીઓ દ્વારા ચારણ પીપળી મુકામે યોજાયો જેમાં સમસ્ત ચારણ પીપળી ગામ તથા બગસરા તાલુકાની સેવા સહકારી મંડળીઓ તથા બગસરા તાલુકાની મધ્ય સહકારી બેંકની શાખાઓ દ્વારા તેમને વિદાય સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે બગસરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાસિયા તથા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ડિરેક્ટર હરેશભાઈ પટોળીયા તથા બગસરા ખેડૂત મંડળીના પ્રમુખ ભાવનાબેન સતાસિયા તથા બગસરા તાલુકાના સિનિયર ઓફિસર હિતેશભાઈ સભાયા તથા બગસરા તાલુકાની તમામ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખઓ તથા મંત્રીઓ તથા બગસરા તાલુકાની તમામ શાખાના બ્રાન્ચ મેનેજરઓ તથા તમામ સ્ટાફ હાજર રહેલ.
આ કાર્યક્રમનું સંચાલન શિવલાલભાઈ ઉંમરે કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ચારણ પીપળી સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ ગોરધનભાઈ કાનાણી તથા ઉપપ્રમુખ ઘુસાભાઇ ચોવટીયા તથા મંત્રી ઝવેરભાઈ કાનાણી તથા સરપંચ બાબુભાઈ ચોવટીયા તથા ગામના આગેવાનોએ જાહેમત ઉઠાવેલ હતી….

રિલેટેડ ન્યૂઝ