બ્રહ્મ સમાજની નાની વાડી ખાતે ભગવાન પરશુરામની આરતી-પૂજન કરાયું
અક્ષય તૃતીયા અને ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામ જયંતી પ્રસંગે ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.ગત રોજ બ્રહ્મ સમાજ ની નાની વાડી ખાતે આધ્યાત્મિક ગુરુ સંદીપભાઈ શુક્લ ની ઉપસ્થિતિ માંવેદોક્ત મંત્રોચાર સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ના ધોરાજીમાં વસવાટ કરતા 500 જેટલા પરિવારો માટે શુધ્ધ ઘી ના લાડુ પ્રસાદ રૂપે બનાવવામાં આવ્યા હતા. પ્રતિવર્ષ પરશુરામ જયંતી નિમિતે બ્રહ્મ પરિવારના વંદિત ભાઈ શુક્લ દ્વારા આ આયોજન કરવામાં આવે છે.બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી અને કાર્યકર્તાઓ દ્વારા લાડુના બોક્સ પેકિંગ કર્યા બાદ બ્રહ્મ પરિવારોને ઘરે ઘરે આ પ્રસાદી પહોંચાડવામાં આવે છે.ઉપરાંત ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે ભગવાન પરશુરામ જી ની આરતી અને પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા.
