રાજુલા તાલુકા પંચાયતમાં પણ નારીશક્તિનું વર્ચસ્વ: પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ત્રણેય હોદ્દા મહિલાઓને

જાફરાબાદ બાદ હવે રાજુલા તાલુકા પંચાયતમાં પણ ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની સર્વસંમતિથી વરણી કરવામાં આવી. ખાસ વાત એ રહી કે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એમ ત્રણેય મહત્વના હોદ્દા પર મહિલાઓની નિમણૂક થતાં તાલુકાના રાજકારણમાં મહિલા સશક્તિકરણની ઝાંખી થઈ.
આજે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા બજાર નિયંત્રણ બોર્ડ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લઈને નવી ટીમની વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત હોદ્દેદારો: પ્રમુખ હિંમતભાઈ બલદાણીયા, – ઉપપ્રમુખ: રેખાબેન કમલેશભાઈ મકવાણા, કારોબારી ચેરમેન: હેતલબેન અમકુભાઈ કામળિયા, શાસક પક્ષના નેતા: અમરાભાઈ મંગળભાઈ ગોહિલ, દંડક: મધુભાઈ રાણાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.
આ વરણી પ્રસંગે સ્થાનિક ભાજપ અગ્રણીઓ કમલેશભાઈ મકવાણા, કનુભાઈ કામળીયા સહિતના અનેક આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખની છે કે ઉપપ્રમુખ તરીકે રેખાબેન કમલેશભાઈ પરિવાર રાજુલા તાલુકામાં સારું એવું પ્રભુત્વ છે રેખાબેન કમલેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય હતા કમલેશભાઈ ના પિતા 20 વર્ષ તાલુકા પંચાયત દ્વારા અને ઉપરમુખ તરીકે પણ ફરજ બજાવી અત્યારે કમલેશભાઈના સ્વભાવના કારણે અન્ય સમાજમાં પણ સારું પ્રભુત્વ છે.
રાજુલા તાલુકા પંચાયતમાં ત્રણેય મુખ્ય હોદ્દા મહિલાઓને સોંપીને ભાજપે સામાજિક સમતુલા જાળવવા સાથે મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું છે. જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને જીગ્નેશભાઈ પટેલની રણનીતિથી આ વરણી સરળતાથી પાર પડી હતી.

રિલેટેડ ન્યૂઝ