સીસીટીવી ફુટેજ અને શાળાના વિદ્યાર્થીઓના નિવેદનો લઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
તાલાલા શહેરમાં ગુંદરણ રોડ ઉપર આવેલ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીનું હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પડી જતાં ઘટનાસ્થળે મૃત્યુ થયું…આ બનાવથી શૈક્ષણિક સ્ટાફ તથા વિધાર્થીઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે.પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે શહેરની ધ પ્લાઝમા ઈન્ટરનેશનલ સ્કૂલ (ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલ)માં ધો.9 માં અભ્યાસ કરવા ક્રિશ હરસુખભાઈ પાતર ઉ.વ.13 રે.નાવદ્રા નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા માટે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો.ગઈ કાલે બુધવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં સ્કૂલના નિયમિત કાર્યક્રમ મુજબ પ્રાર્થના પૂર્ણ થયા બાદ ક્રિશ હોસ્ટેલના ત્રીજા માળે આવેલા પોતાના રૂમમાં જતો રહ્યો હતો.થોડા સમય બાદ ગમે તે કારણોસર ક્રિશ ત્રીજા માળેથી બારી માંથી નીચે પટકાતા સ્કુલ નો સ્ટાફ વિદ્યાર્થીને તુરંત તાલાલા સરકારી હોસ્પિટલે લાવેલ જ્યાં ફરજ પરના તબીબ ડો.હિરેન કારેલીયા એ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યા હતો.આ બનાવ અંગે તાલાલા પોલીસ ને જાણ થતાં પોલીસ તુરંત હોસ્પિટલે દોડી આવી હતી..આ બનાવથી સંસ્થાનો શૈક્ષણિક પરિવાર,વિધાર્થીઓ તથા વાલીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સ્કૂલમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. વિદ્યાર્થી કોઈ માનસિક તણાવમાં હતો કે કેમ..? અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ થતી હતી…?? આ બનાવ અકસ્માત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે વિગેરે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે…શૈક્ષણિક સંસ્થામાં 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ અને હોસ્ટેલમાં રહે છે તેવું જાણવા મળે છે.સંસ્થા દ્વારા વિધાર્થીઓ માટે કરવામાં આવેલ સુવિધાઓ બરાબર છે કે તેમાં ઉણપ છે… તે બાબતે પણ પોલીસ તથા શૈક્ષણિક વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
