એપીએમ ટર્મિનલ્સ પીપવાવએ સીપીપીઆઈ 2025માં વૈશ્ર્વિક સ્તરે 28મો ક્રમાંક મેળવ્યો

ભારતનું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું ખાનગી ક્ધટેઈનર પોર્ટ અને દેશનું બીજું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ક્ધટેનર પોર્ટ

ક્ધટેઈનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (ઈઙઙઈં)2025માં વૈશ્વિક સ્તરે 28મું સ્થાન મેળવીને એપીએમ ટર્મિનલ્સ પીપવાવ ભારતનું સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતું ખાનગી ક્ધટેઈનર પોર્ટ અને દેશનું બીજું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું ક્ધટેઈનર પોર્ટ બન્યું છે.આ પોર્ટે 92.6નો ઈઙઙઈં સ્કોર હાંસલ કર્યો છે જે તેની મજબૂત કામગીરી, જહાજોની ઝડપી અવરજવર, સર્વિસની વિશ્વસનીયતા અને ગ્રાહકો તેમજ સપ્લાય ચેઈનને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવા પરના તેના સતત ફોકસને દર્શાવે છે.
વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવતો ઈઙઙઈં જહાજો દ્વારા પોર્ટ પર વિતાવેલ સમય તથા એકંદર ઓપરેશનલ કાર્યક્ષમતાના આધારે ક્ધટેનર પોર્ટની કામગીરી માપવા માટે વૈશ્વિક સ્તરે અગ્રણી બેન્ચમાર્ક પૈકીનો એક માનવામાં આવે છે.આ રેન્કિંગ પીપવાવની સતત સુધારાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. છેલ્લા છ વર્ષમાં આ પોર્ટે પોતાના ઈઙઙઈં સ્કોરમાં સુધારો કરી તેને વર્ષ 2020ના 78 થી વધારી વર્ષ 2025માં 92.6 કર્યો છે, જે તેની સંચાલકીય ઉત્કૃષ્ટતા,ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા,પ્રક્રિયાના સરળીકરણ તથા ગ્રાહક સેવામાં સતત થઈ રહેલી પ્રગતિને દર્શાવે છે.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા અઙખ ટર્મિનલ્સ પીપવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ માન્યતા અમારા કર્મચારીઓની સમર્પણ ભાવના, અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને મેરિટાઇમ તથા લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમમાં અમારી ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે.વર્ષ 2020ના 78ના ઈઙઙઈં સ્કોરથી સુધારો કરીને વર્ષ 2025માં 92.6 સુધી પહોંચવું એ દર્શાવે છે કે સુરક્ષા,ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને સતત સુધારણા પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરીને શું હાંસલ કરી શકાય છે.
પીપવાવની આ કામગીરી જહાજોની ઉત્પાદકતા,ઓપરેશનલ વિશ્વસનીયતા,ડિજિટલાઈઝેશન અને પ્રક્રિયાગત ઉત્કૃષ્ટતા પર તેના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે,જે ગ્રાહકોને કાર્યક્ષમ અને અનુમાનિત સપ્લાય ચેઈન કામગીરીનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
આ સિદ્ધિ ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક મુખ્ય ગેટવે તરીકે અને વૈશ્વિક શિપિંગ લાઈનો, નિકાસકારો, આયાતકારો તથા લોજિસ્ટિક્સ પ્રદાતા માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે અઙખ ટર્મિનલ્સ પીપવાવના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ