વાંકાનેરને વધુ ટ્રેનોનાં હોલ્ટ મળે, કોરોના પહેલાની બંધ કરાયેલી લોકલ ટ્રેન ફરી શરૂ કરાવવા માંગ

રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહની સરકારમાં રજૂઆત
સાંસદ ઝાલાએ પત્રકારો સાથે સંવાદ કર્યો

વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રસંગે તેમણે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારોના મહત્વના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
આવતા જતા વાહનોને જીનપરા જકાતનાકા પાસે આવવું ન પડે અને વારંવાર થતા અકસ્માતોમાં ઘટાડો થાય. સાંસદએ સર્કિટ હાઉસ અને આધુનિક પબ્લિક લાઇબ્રેરીની સુવિધા વાંકાનેરમાં ઉપલબ્ધ થાય તે માટે પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું. આ બંને પ્રોજેક્ટ શહેરના સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ખાસ કરીને વાંકાનેર ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ શરૂ કરવા અને કોરોના પહેલા બંધ પડેલી લોકલ ટ્રેન માટે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે.
સાંસદ કેસરિદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે વાંકાનેરના વિકાસ અને લોકોની સુવિધાઓ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ પત્રકાર પરિષદમાં સ્થાનિક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

મચ્છુ નદી પર હાઇવેના પુલનું કામ ઝડપથી પુરૂં થાય તે માટે રજુઆત કરી છે: સાંસદ
વાંકાનેર મહાનદીમાં છોડાવેલ પાણી અને વાંકાનેર મોરબી બાય પાસ બનાવવાની સફળ રજુઆત બાદ સાંસદએ જણાવ્યું હતું કે વિવેકાનંદ ચોકથી દાણાપીઠ સુધીના મુખ્ય રોડનું કામ ઝડપથી શરૂ થાય તે માટે સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ માર્ગ શહેરના વેપાર અને વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો હોવાથી તેનું આધુનિકીકરણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું કે શહેરના લાંબા સમયથી ચાલી રહેલા રેલવે ફાટકના પ્રશ્નના કાયમી ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને લોકોને સરળ અવરજવર મળી રહે તે માટે જરૂરી આયોજન હાથ ધરવા માંગ કરવામાં આવી છે. મચ્છુ નદી ઉપર હાઇવેના હાલના પુલથી ઉગમણી દિશામાં બની રહેલા પુલનું કામ અને અમરસર રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ ઝડપથી પૂર્ણ થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ