અમરેલીથી વિસાવદર બ્રોડગેજ મુદ્દે મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત

ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી, ચલાલાના વેપારી અગ્રણી સહીતનું પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની માંગણી સાથે લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી. અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મિશન બ્રોડગેજ એક બિનરાજકીય વ્યાજબી માંગ છેલ્લા ત્રણ મહિનાથી સરકાર સમક્ષ કરી રહેલ છે. ત્યારે આજે આ પત્રકાર સંઘ ,અમરેલી બ્રોડગેજ કમિટી, વેપારી અગ્રણી સહિતનું પ્રતિનિધિ મંડળે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરશે. આ તકે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા સાંસદ ભરત સુતરીયાને પણ લેખિત રજૂઆતો કરવામાં આવેલી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતી વેળાએ ધારાસભ્ય જેવી કાકડીયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ હિરપરા, વિસાવદરના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ