બગસરાના હામાપુર રોડ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ફિલ્મી ઢબે પકડી પાડતી પોલીસ

1000 લીટર દેશી દારૂ ભરેલ ઇનોવા કારને શહેરમાં પ્રવેશ પહેલા જ પકડી પડાઈ

બગસરા પોલીસે ગઈકાલે લાલ આંખ કરી હતી. બગસરા હામાપુર રોડ પુલ પાસે એક કારમાંથી 1000 લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો હતો. આ રોડ ઉપરથી પસાર થનાર તાઈવદર ગામના રઘુભાઈ નાનકભાઈ શાખ ઉંમર વર્ષ 36 તે બગસરા હામાપુર રોડ પર આવેલા પુલ પાસેથી ઇનોવા કાર લઈને પસાર થયા હતા. આ સમય દરમિયાન ખાનગી વાહનમાં ચાર પોલીસ કર્મીઓ બેઠા હતા તેની બાજુમાંથી ઇનોવા કાર પુરપાટ ઝડપે પસાર થતાં અહીં. પોલીસ કર્મીઓને શંકા જતા આ કારનો પીછો કરતા, ફિલ્મી સ્ટાઇલમાં રોકીને પકડી પાડેલ હતી.ત્યાર બાદ આ કારની તપાસ કરતા આ કારની અંદરથી 1000 લીટર દેશી દારૂ આશરે કિંમત રૂપિયા બે લાખ જેવો આ કારમાં નીકળતા આ કારને પોલીસ સ્ટેશનએ લાવવામાં આવતા જયારે કૂલ મુદામાલ સહીત કારની કિંમત 4.50 લાખ અને 2 લાખની કિંમતનો દેશી દારૂ કૂલ મળી 6.50 લાખ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જયારે આ બાબતે વધુ પુછપરછ કરતા વધુ ત્રણ નામ સામે આવ્યા હતા જેમાં પ્રકાશભાઈ ભુપતભાઈ વાઘેલા રહે અંબાગાળા,ધારી, દીપુભાઈ ઓઢાભાઈ સભાડ રહે ભરડ,ધારી, અફઝલભાઇ લાખાણી રહે ગોંડલ. આ ત્રણ આરોપીની હજુ પકડ બાકી હોવાથી વધુ તપાસ પી આઈ વી. કે. ગોલવેકારની સૂચનાથી સર્વેલર્સ સ્કોડના એ. એસ. આઈ. ભગવાનભાઈ હેડ કોન્ટેબલ જયેન્દ્રભાઈ તથા કપિલભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયંતીભાઈ, જયેશભાઈ, તથા માલદાનભાઈ દ્વારા ધોરણશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ