ગીરગઢડાને મળ્યુ મોડલ સોલાર વિલેજનું ગૌરવ : જિલ્લામાં પસંદગી

5 હજારથી વધુ વસ્તી ધરાવતા 33 ગામો વચ્ચે ગીરગઢડાની પસંદગી: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ હવે વિકાસના નવા દ્વાર ખુલશે

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામને કેન્દ્ર સરકારની મોડેલ સોલર વિલેજ (ખજટ) યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યું છે. જિલ્લાના 5,000થી વધુ વસ્તી ધરાવતા 33 ગામો વચ્ચે ગીરગઢડાએ સૌથી વધુ સોલાર કનેક્શનના આધારે પ્રથમ સ્થાન મેળવી આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિને જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.વિશ્વ ભરમાં સ્વચ્છ અને બિનપરંપરાગત ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારત સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ગામો માં સૌર ઊર્જાના ઉપયોગને વેગ આપવા માટે મોડેલ સોલર વિલેજ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો અને સહાય આપવામાં આવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિ (ઉકઈ)ની બેઠક યોજાઈ હતી. બેઠક માં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ જિલ્લાના મોડેલ સોલર વિલેજની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સેન્સસ-2011 મુજબ 5,000થી વધુ વસ્તી ધરાવતા જિલ્લાના કુલ 33 ગામોએ સ્પર્ધા માટે નેશનલ પોર્ટલ પર નોંધણી કરાવી હતી. તા. 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલી સ્પર્ધાનો સમય ગાળો પૂર્ણ થયા બાદ નેશનલ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અને નક્કી કરાયેલા માપદંડોના આધારે ગીરગઢડામાં સૌથી વધુ સોલાર કનેક્શન નોંધાતા તેને મોડેલ સોલર વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
હવે આગામી તબક્કામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખજટઈંઅ (મોડેલ સોલર વિલેજ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી)ની નિમણૂક કરવામાં આવશે. એજન્સી ગામ માં સર્વે હાથ ધરી જરૂરી આયોજન અને વિકાસલક્ષી કામગીરી શરૂ કરશે, જેના પરિણામે ગીરગઢડા સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં રાજ્ય માટે એક આદર્શ ગામ તરીકે વિકસવાની દિશામાં આગળ વધશે.

રિલેટેડ ન્યૂઝ