રથયાત્રા રૂટ પર પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ
આજરોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં એક મેગા ફ્લેગમાર્ચ (રૂટમાર્ચ) યોજાયું હતું.વાઘાવાડી અક્ષરવાડી ખાતે પોલીસ બ્રિફિંગ બેઠક યોજાઈ રથયાત્રા પૂર્વે સવારે શહેરના વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં એક મહત્વની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. તેમણે રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસને ખાસ મદદરૂપ થવા સૂચન કર્યું હતું.
ચાવડી ગેટથી હલુરિયા ચોક સુધી 3,000 જવાનોનું રૂટમાર્ચ સાંજે 5:30 કલાકે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે એક વિશાળ રૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ ચાવડી ગેટથી શરૂ થઈને હલુરિયા ચોક સુધીના ખાસ રૂટ પર યોજાયું હતું. આ મેગા માર્ચમાં કલેક્ટર, ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી, એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 3,000થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (ઈઈંજઋ) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (જછઙઋ) ની ટુકડીઓ પણ આ રૂટમાર્ચમાં જોડાઈ હતી.
ડ્રોન અને સીસીટીવીથી સજ્જ સુરક્ષા ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા અને સીસીટીવી (ઈઈઝટ) નેટવર્ક દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રૂટ પર ’ધાબા પોઇન્ટ’ અને ’ડીપ પોઇન્ટ’ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
શાંતિ સમિતિ અને એકતાના કાર્યક્રમો તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે. તમામ વિસ્તારોમાં મોહલ્લા સમિતિ અને શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી છે. હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે પરસ્પર સહકાર વધે તે માટે નાની નાની સ્પર્ધાઓ, બ્લડ ડોનેશન કેમ્પ અને એકતા રેલી જેવા સામાજિક આયોજનો પણ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ ભાવનગરવાસીઓને શાંતિપૂર્વક દર્શનનો લાભ લેવા અને પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.
