ખાંભા તાલુકાની સસ્તા અનાજની દૂકાનોમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રજૂઆત

સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ખાંભા મામલતદારને કરાઈ રજૂઆત

ખાંભા તાલુકાના તમામ ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકોને નિયમ મુજબ પૂરતું અનાજ મળી રહે તથા પારદર્શિતા અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા ખાંભા મામલતદાર ને રૂબરૂ મળી લેખિત
રજુઆત કરેલ, કે ખાંભા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી સસ્તા અનાજની દુકાનો મારફતે ગરીબ તથા જરૂરિયાતમંદ નાગરિકોને સરકાર દ્વારા નિયત જથ્થો અને જરૂરી અનાજ મળવાનું હોય છે.
જેથી વિનંતી છે કે ખાંભા તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોની સમયાંતરે તપાસ કરવામાં આવે અને દરેક લાભાર્થીને રેશનકાર્ડ મુજબ નિયત પ્રમાણમાં સંપૂર્ણ જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
દુકાનદારો દ્વારા અનાજનો ગેરકાયદ સંગ્રહ, કાળાબજારી, જથ્થામાં ઘટાડો, ગેરરીતિ કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવે. દુકાન પર મળવાપાત્ર અનાજનો જથ્થો, દર અને અન્ય જરૂરી માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તથા સમગ્ર કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.
જરૂર જણાય ત્યાં અચાનક તપાસ કરી ગેરરીતિ કરનાર સામે નિયમસર કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ખાંભા તાલુકાના ગરીબ અને સામાન્ય નાગરિકોના હક્કનું અનાજ તેમને સંપૂર્ણ પ્રમાણમાં મળી રહે.

રિલેટેડ ન્યૂઝ