અમરેલી સહિત સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો માટે આજથી અમરેલી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. આજથી અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોના એ.પી.એમ.સી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ હતી. શ્રીફળ વધેરીને ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. ખેડૂતોના 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકારે ગુજકોમા સોલ દ્વારા શરૂ કરતા યાર્ડમાં ચણાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ચણા 1175 ના ભાવે સરકાર નાફેડના માધ્યમથી ગુજકોમાસોલ દ્વારા ખરીદી શરૂ કરતા જીલ્લા ભરમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.અને બે હેકટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરરાજીમાં ચણાના ભાવો 850 થી લઈને 1020 સુધીના મહામહેનતે મળે છે. ત્યારે આ મોંઘવારીમાં ખાતર, બિયારણ મજૂરી સહિતના ખર્ચાઓ સામે જાહેર હરરાજીમાં ભાવો ખૂબ જ નીચા આવતાં હોવાથી સરકારના ટેકાના પ્રમાણમાં સારા હોવાંથી ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતો સંતોષ વ્યક્ત કર્યો. પણ ટેકાના ભાવમાં ખેડૂતોના વધારે ચણા ખરીદે તો આ કમોસમી વરસાદમાં પીડાઈ રહેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાઈ તેવી આશાઓ સરકાર સમક્ષ ખેડૂતો વ્યક્ત કરી હતી. ગુજકોમાસોલના પ્રતિનિધિ હેનીસ રામાણીએ ટેકાના ભાવની 90 મણની ખરીદી ને 2 હેક્ટરની મર્યાદામાં ચણાની ખરીદી કરવાનું જણાવ્યું હતું. અમરેલી જિલ્લાની એપીએમસીની જાહેર હરરાજીમાં 900 થી 1020 આસપાસ ચણાના ભાવ મળતા હોય તો ટેકાના ભાવ 2 હેક્ટર દીઠ 90 મણ સામે સરકાર ખેડૂતોના હિતમાં સંવેદનશીલ સરકાર બની હોવાનો ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
