અમરેલીમાં ફાર્મહાઉસમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલીના કુકાવાવ રોડ ઉપર આવેલ પૂર્વ સાંસદનાં ફાર્મ હાઉસમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મુદ્દામાલ તથા ચોરી કરવા ઉપયોગમા લીધેલ મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ની મદદથી અમરેલી સીટી પોલીસનો બી.એન.એસ.ક. 303 (2), 329 (2) મુજબનો ગુન્હાને ડીટેક્ટ કરી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સીલીંગ પંખા નંગ-4 કીમત રૂપિયા 8000 કુલર નંગ-1 કીમત રૂ.7000 તથા ચોરી કરવામા ઉપયોગમા લીધેલ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 65000 ના મુદામાલ સાથે અમરેલી, અંબીકાનગર શેરી નં.6 માં રહેતાં અને કેટરર્સનો ધંધો કરતાં પારસ મધુભાઈ તળાવીયા તથા હર્ષીત નરેન્દ્રભાઈ ભુવા આરોપી નામનાં બે આરોપીઓને પકડી પાડેલ હતા.આ ગુન્હાના આરોપીઓ પોતે ચોરીમાં પકડાય નહી અને પોલીસને ગેરમાર્ગે દોરવા સારૂ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલના આગળના તથા પાછળની બાજુએથી છેલ્લો આંકડો ન દેખાય તેવી રીતે નંબર પ્લેટ વાળી દિધેલ હતી. અને મોટર સાયકનો ગુન્હો કરવામા ઉપયોગ કરેલ હોવાનું સી.સી. ટી.વી. ફુટેઝ દ્વારા જણાય આવેલ હોય, જે અંગે કોર્ટમાં બનાવટી નંબર પ્લેટનો કલમ વધારો કરવા રિપોર્ટ કરવામા આવેલ છે.અને હાલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી ચાલુમા છે.

રિલેટેડ ન્યૂઝ