ભાવનગર : બદલતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો અને સમીકરણોમાંથી મળતા સંકેતોના આધારે આગામી સમયમાં બનનારી ઘટનાઓનું પૂર્વાનુમાન કરનાર જાણીતા જિયો પોલિટિકલ એક્સપર્ટ અને ઈંઈંખ પાસઆઉટ ડો. અંકિતભાઈ શાહ ભાવનગર આવી રહ્યા છે. ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ડો. અંકિતભાઈ શાહ નું રસપ્રદ વ્યાખ્યાન ચેન્જજીંગ ગ્લોબલ ઓર્ડર એન્ડ અપકમિંગ ફાઈનાન્સિયલ રિસેટ વિષય પર 17જાન્યુઆરીને શનિવારે સાંજે 4:30 વાગ્યે ઝવેરચંદ મેઘાણી મિની થિયેટર, સરદારનગર, ભાવનગર ખાતે આયોજિત થયું છે. 10 મિનિટ પહેલા હોલમાં સ્થાન લઈ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે. જેમાં પ્રબુદ્ધ નાગરિકો તથા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાથે જોડાયેલ સૌ ને ખાસ ઉપસ્થિત રહેવા વિચાર મંચ ભાવનગરના અધ્યક્ષ ડો ગિરીશ ભાઈ વાઘાણી, ઇઊજઈંઅના પ્રમુખ તેજસભાઈ જોશી અને કાર્યક્રમના સહયોગી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પંકજભાઈ ગોરસીયા એ અનુરોધ કરેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
તાલુકાના ધારા બંદરે પોલીસની કાર્યવાહી જાફરાબાદ મરીન પોલીસનો સપાટો: વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો વાન ઝડપાઇ
રૂા.9.35 લાખનો દારૂનો જથ્થો, બોલેરો વાહન સહીત કુલ રૂા.12.85 લાખનો મુદ્ામાલ જપ્ત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ... -
વિક્સિત ભારત સંકલ્પમાં દિવ્યાંગજનોને શિક્ષણ રોજગાર ઉદ્યોગમાં સમાન ભાગીદાર બનાવવાની નેમ: મુખ્યમંત્રી
ભાવનગરમાં 1.16 કરોડના સાધન સહાયનું વિતરણ ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને... -
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં યુવાનની હત્યા
પાંચ શખ્સોએ છરી અને હથિયારોથી હુમલો કર્યો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં યુવાન ઉપર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં...
