ભાવનગર ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા 40મી મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ અને મેન્સ ફિઝિક્સ સ્પર્ધા ગણેશ ક્રિડા મંડળ, મોતીબાગ ભાવનગર ખાતે યોજાઈ. કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગીત ગાન બાદ સ્વાગત પ્રવચન મુકેશભાઈ ખાનવાણી (પ્રમુખ) એ કર્યા બાદ પુષ્પ ગુચ્છ થી મહેમાનોનુ સ્વાગત થયેલ. મહેમાનો દ્ધારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. સુમિતભાઈ કકર, હિરેનભાઇ હલદરીયા એ બોડી બિલ્ડરોને પ્રોત્સાહિત કરે તેવું સરસ પ્રવચન કરેલ. બંને સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ તથા એવોર્ડ થી નવાજવામાં આવેલ. જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મલીક સર અને હિરેનભાઇ દ્વારા ટીશર્ટ આપવામાં આવેલ.
આ પ્રસંગે વિશેષ સન્માન સર્વશ્રી મધુકાન્તભાઈ શાહ, એ આર બાકઝા, યુસુફભાઈ બાદશાહ, કરણસિંહ જાડેજા, જીવદયા વાળા રાજુભાઈ ચૌહાણ, પ્રતાપભાઈ ખેતશી, બકુલભાઈ ઓઝા અને સંનીષ્ઠ કાર્યકર મહેશભાઈ વ્યાસદાદાનુ શાલ અને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કરવામાં આવેલ.
મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં પ્રથમ રાકેશ સરવૈયા ( જી.કે.એમ ), દ્વિતીય મહેશ રાઠોડ (પોલીસ જીમ) તૃતીય વિષ્ણુ બારૈયા (રિફોર્મ ફિટનેસ) . મેન ફિઝિક્સ સ્પર્ધામાં પ્રથમ સુમિત મકવાણા( ઝાંઝમેર તાલુકો તળાજા ), દ્વિતીય વિષ્ણુ બારૈયા (રીફોર્મ ફિટનેસ ) તૃતીય ઋત્વિક બતિયા ( ફીટ ફ્લેક્સ જીમ ) વિજેતા બનેલ. ફિટનેસ હબ – યશ પલાણ, ડો. મોરપેન મસલ્સ ફુડ, પ્રો અલ્ટીમેટ જીમ્સ અને અક્ષીત સલીયા – સ્પ્રેડ હેવન તરફથી વિજેતાઓને ખાસ ભેટ આપવામાં આવેલ.
ડોનરો , સહયોગીઓ નું સ્મૃતિ ચિન્હ થી સન્માન તારકભાઇ શાહના હસ્તે કરવામાં આવેલ.
સ્પર્ધાના જજ તરીકે એમ કે. શર્મા , નાગજીભાઈ બારૈયા, મનોજભાઈ સોલંકી ( બોટાદ ), અને સહયોગમાં ભાસ્કરભાઈ રાઠોડ અને યુનુસ મહિડા અને હેતુ અંધારિયા એ સેવા બજાવેલ.
આભારવિધિ કમલેશભાઈ ચંદાણી એ કરેલ. કાર્યક્રમની ઉદઘોષણા એ એન મલીક સર અને સંચાલન ભાસ્કરભાઈ રાઠોડે કરેલ.ભાવનગર જિલ્લાના 52 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. મનોજભાઈ સોલંકી સેક્રેટરી બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન ખાસ ઉપસ્થિત રહેલ.ખાખી પોથી પરિવારે વિશેષ સહયોગ આપેલ.
