ભારતીય બંધારણ ના ઘડવૈયા ડો.બાબસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતિ ને લઈ તળાજા નગરમાં વર્ષોથી વાજતે ગાજતે નગરયાત્રા યોજાય છે.આજેપણ ડો.બાબાસાહેબ ની પ્રતિમાંને ફુલહાર કરી ડી.જે ના સથવારે નગરયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે આજના આયોજન ને લઈ રાજકીય આગેવાનોની સમયસર ની ઉપસ્થિતિ ની સવિશેષ નોંધ ઉપસ્થિત સૌએ લીધીહતી.
સામાન્ય રીતે માન્યતા એવીછેકે દલિત સમાજ એ કોંગ્રેસ ની વોટ બેંક માનવામાં આવે છે.દલિત સમાજના કાર્યક્રમો મા કોંગ્રેસ આગેવાનો ની ઉપસ્થિતિ જોવા મળતી.પરંતુ તળાજા ખાતે ભાજપ એ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહી ને કોંગ્રેસ ના હાથમાંથી એ અવસર પણ છીનવી લીધો હતો. ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ,પાલિકા અધ્યક્ષ હેતલબેન રાઠોડ,જિલ્લા લઘુમતી સેલના અધ્યક્ષ હનીફભાઈ તુર્કી,સંગઠન અધ્યક્ષ આઈ.કે.વાળા,નગરસેવક મહેન્દ્રસિંહ સરવૈયા સહિત મહિલા મોરચો સહિત સંગઠન આગેવાનો, ચૂંટણી લડતા તા.પં-જિલ્લા પં ના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ સંગઠનના આગેવાનો આવીને ફુલહાર કરે તે પહેલાજ યાત્રા નું પ્રસ્થાન કરાવી નાખ્યું હતુઁ.કોંગ્રેસના બે પાંચ આગેવાનો માંડ ઉપસ્થિત રહ્યા હતા.આમ ભાજપ એ કોંગ્રેસ ની મજબૂત ગણાતી વોટબેંક પોતાના તરફે મજબૂત કરવા ના પ્લાન મા બાજીમારી ગયા હતા.
