જામનગરમાં એકટીવા ચાલક મહિલાને કારે ઠોકરે ચડાવ્યા

સિક્કા ગામમાં પાર્ક કરેલી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી

જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા દર્શનાબેન રવિન્દ્રભાઈ શારડા ગઈકાલે પોતાનું એકટીવા સ્કૂટર લઈને પાર્ક કોલોની રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન ફૂટપાટ ઝડપે આવી રહેલી જી.જે. 37 જે 1960 નંબરની બ્લુ કલરની સ્વીફ્ટ કારના ચાલકે તેઓને હડફેટમાં લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી દર્શનાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે દર્શનાબેન ના પુત્ર સંકેત રવિન્દ્રભાઈ શારડા એ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ જામનગર નજીક સિક્કામાં રહેતા અસગરભાઈ કરીમભાઈ સુમરા નામના યુવાને નગરપાલિકા પાસે પાર્ક કરેલી પોતાની જી.જે. 10 ટી.વી. 9743 નંબરની લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા 14,000 ની કિંમત ના 150 લીટર ડીઝલ ની ચોરી કરી લઈ ગયા હતા.
જે મામલે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ નામના બુઝુર્ગે મહિલા કોલેજ વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ