પૂર્વમંત્રી રાદડીયા, રાઘવજીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માખાકરોડ ગામે અનેરા ઉત્સાહ સાથે અખંડ ભારતના નિર્માતા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ રાજ્યના પૂર્વ મંત્રી અને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા તેમજ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, “સરદાર સાહેબ માત્ર પાટીદાર સમાજ કે ગુજરાતના નહીં, પણ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ છે. માખાકરોડ ગામે તેમની પ્રતિમા સ્થાપીને નવી પેઢીને રાષ્ટ્રવાદ અને એકતાના પાઠ શીખવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.” રાઘવજીભાઈ પટેલે સરદાર પટેલના ખેડૂત હિતલક્ષી કાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, “ખેડૂતોના મસીહા એવા સરદાર સાહેબના આદર્શો પર ચાલીને જ આપણે ગામડા અને કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.” આ પ્રસંગે જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, જીલ્લા કોંગ્રેસ અગ્રણી જે.ટી.પટેલ , જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા જે. પી.મારવિયા,તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જેન્તીભાઇ પાનસુરીયા, તાલુકા પંચાયતના ચેરમેન અતુલભાઈ કમાણી, ભાજપ અગ્રણી વલ્લભભાઈ સાંગાણી, નાનજીભાઈ ચોવટીયા, કાલાવડ તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ વાઘાણી, લાલજીભાઈ ટોયટા , તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશભાઈ સાવલિયા, તેમજ ગામ ના નવ યુવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
